Sun,17 November 2024,12:13 am
Print
header

અમે પૈસા માટે જ નોકરીવાળી વહુ શોધી છે, કહીને રેવન્યૂ તલાટી મહિલાને ડેન્ટિસ્ટ પતિ- સાસુએ આપ્યો ત્રાસ

ખેડા જિલ્લામાં રેવન્યૂ તલાટી તરીકે નોકરી કરતી મહિલાએ પતિ અને સાસરિયા સામે નોંધાવી પોલીસ ફરિયાદ  

(પ્રતિકાત્મક ફોટો) 

ખેડાઃ જિલ્લામાં એક સરકારી કચેરીમાં રેવન્યૂ તલાટી તરીકે નોકરી કરતી મહિલાને ત્રાસ આપતા પતિ અને સાસરિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડેન્ટિસ્ટ તરીકે ક્લિનિક ચલાવતા પતિને દારૂ પીવાની પણ ટેવ છે, પત્નીનું એટીએમ કાર્ડ પોતે રાખી ખર્ચાં કરતા હતો. સાસુ પણ ઝગડો કરીને ધમકી આપતા હતા કે ઘરની વાત કોઈને કહેશે તો પોતે ત્રીજા માળેથી કૂદીને વહુને જેલમાં મોકલી દેશે, પૈસાની વારંવાર માંગ અને પતિ તથા સાસુના ત્રાસથી કંટાળીને મહિલાએ અમદાવાદમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહેમદાવાદમાં રહેતી મહિલા મામલતદાર કચેરીમાં રેવન્યૂ તલાટી તરીકે ફરજ બજાવે છે. 34 વર્ષીય મહિલાએ રાણીપમાં રહેતા એક ડેન્ટિસ્ટ સાથે લગ્ન કર્યાં હતા. પતિ દસક્રોઈના આજીજીની મુવાડી ખાતે ડેન્ટલ ક્લિનિક ચલાવે છે. લગ્નના થોડા દિવસો પછી સાસુએ કહ્યું કે ઘરના તમામ કામકાજ કરીને પછી જ નોકરીએ જવાનું છે. સાસુએ આપઘાત કરી નામ લખી જેલમાં પૂરાવી દેવાની ધમકી પણ આપી હતી. 

ઘરકામ બાબતે સાસુ ઝઘડો કરતા અને મહિલાના એટીએમ કાર્ડનો ઉપયોગ પતિ કરતો હતો. સગાઈ કરી તે દરમિયાન મહિલાના પતિએ મહિલાના પગારમાંથી હાર્ડડિસ્ક અને લગ્ન બાદ ઝેડ બ્લ્યુમાંથી કપડાં અને ઓનલાઈન વસ્તુઓ મગાવી હતી. મહિલાના પતિએ જન્મદિને પૈસાની માંગણી કરી અને સસરા પાસે સોફા સેટ માંગતા સસરાએ સોફાસેટ લાવી આપ્યો હતો. ઝઘડાથી કંટાળીને પરણિતા પિતાના ઘરે ચાલી ગઇ હતી. બાદમાં પતિ ભૂલ સ્વિકારીને પરત લાવ્યો હતો. થોડા મહિના પછી મહિલાના પગારમાંથી સાસુએ ફ્રીઝ લીધું હતું. અમે પૈસા માટે જ નોકરીવાળી વહુ શોધી છે કહીને હેરાન કરતા હતા.પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો આશંકા મહિલાને થતા મહેમદાબાદમાં મકાન ભાડે રાખીને પરિવાર સાથે ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ ઝઘડા વધુ થતા આખરે  કંટાળીને આ મહિલાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch