Sat,16 November 2024,9:53 pm
Print
header

કોહલીને કેપ્ટનશિપ છોડવા 48 કલાકનો અપાયો હતો સમય, બોર્ડે લીધું આ પગલું

(File Photo)

નવી દિલ્હીઃ બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં રમાનારી વન ડે શ્રેણી માટે રોહિત શર્માને સુકાની બનાવ્યો છે. ટેસ્ટમાં પણ તેને વાઇસ કેપ્ટન બનાવાયો છે.રિપોર્ટ મુજબ, બીસીસીઆઈએ કોહલીને સ્વેચ્છાએ કેપ્ટનશિપ છોડવા કહ્યું હતું પરંતુ કોહલી ન માનતાં બોર્ડે રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપી દીધી છે.

રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈએ કોહલીને સ્વેચ્છાએ કેપ્ટનશિપ છોડવા 48 કલાકનો સમય આપ્યો હતો. પરંતુ પસંદગી સમિતિએ બુધવારે કોહલીના સ્થાને રોહિત શર્માને ભારતનો વન ડે કેપ્ટન જાહેર કર્યો હતો. વિરાટ કોહલીને હટાવવાની વાત બીસીસીઆઈના નિવેદનમાં પણ સામેલ કરવામાં આવી નથી.જેમાં માત્ર એટલું જ કહેવાયું છે કે પસંદગી સમિતિએ વન ડે અને ટી20માં કેપ્ટનશિપ રોહિત શર્માને સોંપી છે.

ભારત ટી-20 વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજમાં બહાર ફેંકાતા જ કોહલીની હકાલપટ્ટી નિશ્ચિત મનાતી હતી પરંતુ બીસીસીઆઈ અધિકારી સાડા ચાર વર્ષથી ટીમના કેપ્ટનને સન્માનજનક સ્થિતિ આપવા માંગતા હતા. તેથી કોઈ કડક પગલા લેવાયા નહોતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch