Sun,17 November 2024,12:18 am
Print
header

Big News- માણેકચંદના ડિલરના ઘરમાંથી ઝડપાયા રૂ.5 કરોડ રોકડા, ટેક્સચોરીનો આંકડો વધશે

અધધ...ઘરમાં બેડ નીચેથી મળી આવ્યાં 5 કરોડ રૂપિયા રોકડા

અમદાવાદઃ શહેરમાં 14 જેટલા સ્થળો પર 150 જેટલા ઇન્કમટેક્સના અધિકારીઓ ત્રાટક્યા હતા, જેમાં માણેકચંદ ગુટખાના ડિલર મુસ્તફા શેખના એનઆઇડીની પાછળ આવેલા ઘરેથી 5 કરોડ રૂપિયાની રોકડ ઝડપાઇ ગઇ છે, ઘરમાં બેડ નીચેથી 5 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં છે. સાથે જ સોના-ચાંદીના દાગીના અને જમીનનોના દસ્તાવેજ પણ મળી આવ્યાં છે.આઇટી દ્વારા આશ્રમ રોડ, કાલુપુર અને સારંગપુર સહિતના સ્થળોએ દરોડા કરવામાં આવ્યાં હતા.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ગુટખાના વેપારીઓ જીએસટીની ચોરી કરી રહ્યાં છે અને હવે આઇટી તથા જીએસટી વિભાગ આવા વેપારીઓને ત્યાં દરોડા કરીને ટેક્સચોરી ઝડપી રહ્યાં છે. હાલમાં મુસ્તફા અને તેમના ભાગીદારોને ત્યાં આઇટીની કામગીરી ચાલી રહી છે, મુસ્તફા બિલ્ડીંગના ધંધા સાથે પણ જોડાયેલા છે, દરોડામાં તેમના અન્ય ધંધાની માહિતી સામે આવી છે, મોટા પ્રમાણમાં મળેલા ડોક્યુમેન્ટને કારણે હજુ ટેક્સ ચોરીનો આંકડો ઉપર જવાની શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch