Mon,18 November 2024,2:15 am
Print
header

કોરોનાના નવા સ્ટ્રેનથી ચિંતા વધી, RT-PCR નેગેટિવ હોવા છંતા કોરોનાનો ચેપ હોય શકે છેઃ ડો.ગુલેરિયા

નવી દિલ્હીઃ કોરોના વાઇરસે દેશમાં હડકંપ મચાવી દીધો છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોતનો આંકડો અને કેસોનો આંકડો વધી રહ્યો છે હોસ્પિટલોમાં બેડ નથી મળતા, ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળી રહ્યાં અને હવે વધુ એક ચિંતાનો વિષય સામે આવ્યો છે. એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે કોરોનાના નવા સ્ટ્રેનમાં ઘણી વખતે આરટી-પીસીઆર ટેસ્ટમાં કોરોના પકડાતો નથી, આ ટેસ્ટ નેગેટિવ હોવા છંતા કોરોના હોય શકે છે. 

ડો.ગુલેરિયાના આ નિવેદન પછી ચિંતા વધી છે દર્દીઓનો ટેસ્ટ નેગેટિવ હોવાથી તેઓ સારવાર નથી કરાવતા તો અને ઘણી વખત કોરોનાનું સંક્રમણ વધારે પડતુ થઇ જતા દર્દીનું મોત પણ થઇ શકે છે દેશમાં આવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યાં છે જેથી કોરોનાના લક્ષણ જણાતા સિટી સ્કેન કરાવીને તેને આધારે કોરોનાની સારવાર કરાવવી હિતાવહ છે નોંધનિય છે કે દેશમાં કોરોનાના રોજના 3 લાખની આસપાસ કેસ આવી રહ્યાં છે અને 3 હજાર જેટલા લોકોનાં મોત થઇ રહ્યાં છે જેથી નાગરિકોએ હવે જાતે જ સાચવવું જોઇએ. માસ્ક અને સેનેટાઇટરનો ઉપયોગ કરવો જોઇએ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઇએ અનેક રાજ્યોએ મીની લોકડાઉન પણ લાગુ કરી દીધું છે, ગોવામાં સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch