તાજેતરમાં જ ઓડિશાની એક હોટલમાંથી રશિયાના બિઝનેસ ટાયકૂન 'પાવેલ એન્ટોનોવ'નો મૃતદેહ મળ્યો
પાવેલે પુતિનના યૂક્રેન આક્રમણનો કર્યો હતો વિરોધ, એન્ટોનોવનું મોત ઘણા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે
મોસ્કોઃ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં પુતિનના આ નિર્ણયનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે. હવે યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના 10 ટીકાકારોના શંકાસ્પદ સંજોગોમાં મોત થઇ ગયા છે. ઓડિશાની એક હોટલમાંથી રશિયાના બિઝનેસ ટાયકૂન 'પાવેલ એન્ટોનોવ'નો મૃતદેહ મળી આવ્યો હતો. એન્ટોનોવ એક જાણીતું નામ હતું. તેમણે પુતિનના યૂક્રેન પર આક્રમણનો વિરોધ કર્યો હતો.
એન્ટોનોવે મિસાઈલ હુમલાનો વિરોધ કર્યો હતો
યૂક્રેનની રાજધાની કિવના શેવચેન્કિવસ્કી જિલ્લામાં મિસાઇલ હુમલામાં 7 વર્ષની બાળકી અને તેની માતા ઘાયલ થયા હતા. ત્યાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું, જે તે બાળકીના પિતા હોવાનું કહેવાય છે. હુમલાથી દુ:ખી એન્ટોનોવે લખ્યું, "એક બાળકને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. એવું લાગે છે કે બાળકના પિતાનું મૃત્યું થયું છે. તેની માતાને ક્રેનથી બહાર કાઢવામાં આવી. તે એક પથ્થર નીચે દબાઈ ગઈ હતી." ત્યારબાદ તેમણે લખ્યું, "સાચું કહું તો તેને આતંકવાદ સિવાય બીજું કંઈ કહેવું ખૂબ મુશ્કેલ છે."
એન્ટોનોવ વર્ષ 2019માં રશિયાના સૌથી ધનિક સાંસદ હતા
એન્ટોનોવ વર્ષ 2019માં રશિયાના સૌથી ધનિક સંસદ સભ્ય હતા. તેમના મૃત્યું પહેલા, તેમના મિત્ર વ્લાદિમીર બુડાનોવનો મૃતદેહ પણ આ જ હોટલમાંથી મળી આવ્યો હતો. એન્ટોનોવ કૃષિ નીતિ અને પર્યાવરણ સમિતિના વડા હતા. એન્ટોનોવનો વોટ્સએપ મેસેજ યૂક્રેનમાં સ્પેશિયલ મિલિટરી ઓપરેશનનો વિરોધ હોવાનું માનવામાં આવતો હતો. જો કે, તેમણે કહ્યું કે આ મેસેજ તેના મેનેજર દ્વારા ભૂલથી પોસ્ટ કરવામાં આવ્યો હતો.
રેલવે કંપનીના અધિકારીએ પોતાની જાતને ગોળી મારી
એન્ટોનોવ ઉપરાંત 52 વર્ષીય પાવેલ ચેલનિકોવનો મૃતદેહ તેમના મોસ્કો એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. ગોળી વાગવાથી તેમનું મોત થયું હતું. રશિયન મીડિયાએ દાવો કર્યો હતો કે ચેલ્નિકોવે પોતાને ગોળી મારી હતી. ચેલ્નીકોવ સરકારી રેલ્વે કંપનીમાં અધિકારી હતા. તેમના મૃત્યુંના થોડા દિવસો પહેલા, તેમણે તેમના પરિવાર સાથે રજાની તસવીર શેર કરી હતી. એવામાં જ્યારે તેમની આત્મહત્યાના સમાચાર આવ્યા તો બધા ચોંકી ગયા. એવું કહેવાય છે કે પુતિન સરકારનું રશિયાની રેલવે પર ઘણું દબાણ હતું.
ફ્લાઈટમાંથી ઉતરતી વખતે પુતિનના નજીકના વ્યક્તિનું મૃત્યું
ચેલ્નિકોવના મૃત્યુંના થોડા અઠવાડિયા પહેલા, પુતિનના નજીકના સાથી અનાટોલી ગેરાશ્ચેન્કો ફ્લાઇટની સીડીઓ ઉતરતી વખતે મૃત્યું પામ્યા હતા. અહેવાલો અનુસાર, 73 વર્ષીય ગેરેશચેન્કો, જેઓ એક એવિએશન મેજર પણ હતા, મોસ્કો એવિએશન ઇન્સ્ટિટ્યૂટ (MAI) ની ઘણી સીડીઓ પરથી નીચે પડી ગયા. પડતા જ તેમનું મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. ગેરાશચેન્કો થોડા વર્ષો પહેલા રાષ્ટ્રપતિ પુતિનની નજીકના લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા હોવાનું કહેવાય છે.
પુતિનની નજીક ઇવાન પેચોરિનનું મૃત્યું
રશિયા માટે આર્કટિક સંસાધનો વિકસાવનાર પુતિનના સહાયક ઇવાન પેચોરિનનું સપ્ટેમ્બર થયેલું મૃત્યું પણ એક રહસ્ય છે. પેચોરિન બોટમાંથી પડી ગયા હતા અને તે જ તમયે તેમનું મોત થઇ ગયું હતુ.પેચોરિન એ વ્યક્તિ હતા, જેમણે રશિયા માટે આર્કટિકમાં ઘણા સંસાધનોની શોધ કરી હતી.
રશિયન તેલ ઉદ્યોગપતિનું મૃત્યું
એ જ રીતે રશિયાના તેલ ઉદ્યોગપતિ રવિલ મેગનવનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યું થયું હતું. 64 વર્ષીય મેગનવ રશિયન ઓઈલ કંપની લેકોઈલના વડા હતા. મોસ્કોની સેન્ટ્રલ ક્લિનિક હોસ્પિટલમાં તેમના મૃત્યુંએ બધાને ચોંકાવી દીધા હતા. હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડી ગયેલા મેગનવનું મોત ખૂબ જ રહસ્યમય માનવામાં આવે છે. 25 ફેબ્રુઆરીએ, યુદ્ધની શરૂઆતના એક દિવસ પછી, રશિયન ગેસ કંપની ગેઝપ્રોમના વરિષ્ઠ ડેપ્યુટી ડિરેક્ટર જનરલ રેન્કના અધિકારી એલેક્ઝાન્ડર ટ્યુલાકોવનો મૃતદેહ તેની ગર્લફ્રેન્ડને મળી આવ્યો હતો. જયારે 61 વર્ષીય એલેકઝેન્ડરનો મૃતદેહ તેમના ઘરના ગેરેજમાંથી મળી આવ્યો હતો.
લિયોનીદ શુલમેનનો મૃતદેહ મળ્યો
એલેક્ઝાંડરના મૃત્યુંના ત્રણ અઠવાડિયા પહેલા 60 વર્ષીય લિયોનીદ શુલમેનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેઓ ગેઝપ્રોમ ઇન્વેસ્ટમાં પરિવહનના વડા હતા. શુલમેનનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો અને તેમના પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો. એ જ રીતે, ગેઝપ્રોમ્બેન્કના વાઇસ ચેરમેન 51 વર્ષીય વ્લાદિસ્લાવ અવાયેવની તેમના મોસ્કો પેન્ટહાઉસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
સર્ગેઈ પ્રોટોસેન્યાનો મૃતદેહ લટકતો મળ્યો
સ્પેનમાં 55 વર્ષીય સર્ગેઈ પ્રોટોસેન્યાનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. માર્ચમાં, રશિયન અબજોપતિ વેસિલી મેલ્નિકોવ, તેમના પત્ની અને બે પુત્રોના મૃતદેહ નિઝની નોવગોરોડના લક્ઝરી એપાર્ટમેન્ટમાં લટકેલા મળી આવ્યાં હતા. તેમના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યાં હતા. પોલીસે ઘટના પર કહ્યું હતું કે મેલ્નિકોએ પહેલા તેમના પરિવારની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી. પડોશીઓએ કહ્યું કે તેઓ નથી માનતા કે મેલ્નિકો તેમના પરિવાર અથવા અન્ય કોઈનું કંઈ પણ ખરાબ કરી શકે છે.
અગાઉ પણ પુતિને તેમના અનેક દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાના અનેક રિપોર્ટ દુનિયા સામે છે અને થોડા જ સમયમાં તેમના 10 વિરોધીઓનાં મોત શંકાસ્પદ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રૂપિયા 42 કરોડની ઠગાઈ કરનારું રાણીપનું દંપતી મહારાષ્ટ્રની મોંઘી દાટ હોટલમાં જલસા કરતા ઝડપાયું- Gujarat Post | 2024-11-15 09:35:10
PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post | 2024-11-15 09:27:18
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ સંજય પટોળિયાની રાજકોટમાં પણ છે હોસ્પિટલ, ઓપરેશન કર્યા રદ્દ | 2024-11-14 18:06:10
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
અમદાવાદ વિદ્યાર્થી હત્યા કેસ: આરોપીને સાથે રાખીને કરાયું રિ-કન્ટ્રકશન, વિરેન્દ્ર સાથે હતો બીજો પણ વ્યક્તિ | 2024-11-14 17:10:15
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
સ્વિંગ રાજ્યોમાં ચાલ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ, તમામ 7 રાજ્યોમાં મળી જોરદાર જીત- Gujarat Post | 2024-11-10 10:47:56
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37