Sat,16 November 2024,10:10 am
Print
header

યુક્રેનિયન સૈનિકોએ ડોનબાસમાં કર્યો ગોળીબાર, યુક્રેનનો દાવો છે કે 13,800 રશિયન સૈનિકો માર્યાં ગયા- Gujarat Post

કીવઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ 21માં દિવસે પહોંચી ગયું છે. દરમિયાન યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયન સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 13,500 સૈનિકોને મારવા ઉપરાંત યુક્રેનના ઘણા સૈન્ય ઉપકરણો પણ નષ્ટ કર્યાનો દાવો છે.ભારે નુકસાન બાદ પણ રશિયા અટકવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનમાં યુદ્ધના 21માં દિવસે અનેક જગ્યાએથી વિસ્ફોટોના અવાજ સંભળાઈ રહ્યાં છે. ઘણા શહેરોમાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ડોનેટ્સક પીપલ્સ રિપબ્લિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યુક્રેનિયન સૈનિકો ડોનબાસ પર સતત ગોળીબાર કરી રહ્યાં છે. યુક્રેન પર આક્રમણથી અત્યાર સુધીમાં કુલ 12 રશિયન કમાન્ડર માર્યાં ગયા છે. રશિયન હુમલામાં કિવમાં રહેણાંક મકાનને નુકસાન થયું હતું. કિવના એક જિલ્લામાં 12 માળની ઇમારતને નુકસાન થયું છે અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા.

યુક્રેનની સૈન્યએ યુક્રેનના ખેરસનમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રશિયન હેલિકોપ્ટર પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદની સેટેલાઇટ તસવીરો જાહેર કરવામાં આવી છે. યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ હેલિકોપ્ટર અને અનેક સૈન્ય વાહનો નાશ પામ્યા છે.

રશિયાએ ભારતને રાહત દરે ક્રૂડ ઓઈલની ઓફર કર્યાં બાદ તમામની નજર ભારત પર છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સોકીએ કહ્યું કે જો ભારત ડીલ સ્વીકારે છે તો તે પ્રતિબંધોના ઉલ્લંઘનનો મામલો નહીં બને. આ ડીલ ચોક્કસપણે ભારતને ખોટી બાજુએ મૂકી શકે છે.

રશિયન સૈનિકોએ મેરીયુપોલ હોસ્પિટલ પર કબ્જો કર્યો છે, લગભગ 500 લોકોને બંધક બનાવ્યાં છે. મેયરે કહ્યું કે ડોકટરો અને દર્દીઓ સહિત 500 લોકોને બંધક બનાવવામાં આવ્યાં છે. તેમને બહાર આવવા દેવામાં આવતા નથી. યુક્રેને ચોથા રશિયન જનરલ, મેજર જનરલ ઓલેગા મિત્યાયેવને માર્યા હોવાનો પણ દાવો કર્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch