Sat,16 November 2024,9:58 am
Print
header

રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે તો સામે 498 રશિયન સૈનિકોનાં મોત- Gujarat Post

યુક્રેનઃ રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેનના દક્ષિણી શહેર ખેરસન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. શહેરના મેયરનું કહેવું છે કે ખેરસન હજુ પણ યુક્રેનિયનના હાથમાં છે રશિયાના કબ્જા હેઠળ નથી. રશિયા યુક્રેનમાં ઘણી તબાહી મચાવી રહ્યું છે. દેશના અનેક શહેરોને બરબાદ કરી રહ્યું છે. રશિયાના જણાવ્યાં અનુસાર આ યુદ્ધમાં અત્યાર સુધીમાં તેમના 498 સૈનિકો શહીદ થયા છે.

રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે ત્રીજા વિશ્વ યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે અન્ય દેશો એન્ટ્રી કરશે અને જો આ યુદ્ધ થશે તો તેમાં પરમાણુ શસ્ત્રો સામેલ થશે અને તે વિનાશક હશે. રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના જણાવ્યાં અનુસાર, લવરોવે અલ ઝઝીરા ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યૂંમાં કહ્યું, "ત્રીજુ વિશ્વ યુદ્ધ એક વિનાશક પરમાણુ યુદ્ધ હશે. લવરોવે યુએસ પ્રમુખ જો બાઇડેનની ટીપ્પણી પર ભાર મૂક્યો હતો કે ત્રીજું વિશ્વ યુદ્ધ મોસ્કો સામે વોશિંગ્ટનના કડક પ્રતિબંધોનો વિકલ્પ હશે. રશિયા તેની સામે લાદવામાં આવેલા પ્રતિબંધો માટે તૈયાર હતું પરંતુ તે આશ્ચર્યજનક છે કે આ કાર્યવાહીથી ખેલાડીઓ અને પત્રકારોને અસર થઈ છે.

પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ સાથે વાત કરી

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી.નરેન્દ્ર મોદીએ યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી હતી, ખાસ કરીને ખાર્કિવમાં જ્યાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. તેઓએ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા અંગે ચર્ચા કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch