Sat,16 November 2024,1:00 pm
Print
header

રશિયન સેનાએ કિવની કરી ઘેરાબંધી, સેટેલાઇટ તસવીરોમાં થયો મોટો ખુલાસો- Gujarat Post

(સેટેલાઇટ તસવીર)

  • રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ
  • નવી સેટેલાઈટ તસવીરોમાં થયો મોટો ખુલાસો

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ખતરનાક યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયાએ યુક્રેનને ઝુકાવવા અનેક મિસાઇલો છોડી છે. હુમલાથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે, છંતા હજુ પણ યુક્રેન ઝુકવા તૈયાર નથી. જો કે ગઈકાલે બેલારુસમાં બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી, પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ હજુ આવ્યો નથી, રશિયન સેના હાલમાં યુક્રેનની રાજધાની કિવમાં પ્રવેશી રહી છે.

યુક્રેનમાં તબાહીની સેટેલાઇટ તસવીરો સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે યુક્રેન સંપૂર્ણ રીતે ઘેરાઇ ગયું છે. રશિયન સશસ્ત્ર દળોનો એક મોટો કાફલો કિવની નજીક જઈ રહ્યો છે. સેટેલાઇટ ઇમેજમાં શરૂઆતમાં 100 વાહનોનું જૂથ દેખાયું છે. સોમવારે કાફલો કિવની બહારના ભાગમાં એન્ટોનવ એરપોર્ટથી લગભગ 20 માઇલ ઉત્તરમાં અને શહેરની સીમાથી 30 માઇલ દૂર હતો.

તસવીરમાં જોઈ શકાય છે કે વાહનોનો આ કાફલો ઓછામાં ઓછા 17 માઈલ સુધી ફેલાયેલો છે. વાહનોની લાઇન એટલી મોટી છે કે સેટેલાઇટ ઇમેજ તેને સંપૂર્ણ રીતે કેપ્ચર કરી શકી નથી. આ સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે રશિયન સૈનિકો યુક્રેન પર અનેક મોરચે હુમલા કરી રહ્યાં છે, આ સેંકડો બખ્તરબંધ વાહનોનો કાફલો છે. તેમાં અનેક ટેન્ક છે, સશસ્ત્ર ટ્રકો વિનાશનો સામાન ભરેલી છે. આ લશ્કર કિવથી માત્ર 25 કિલોમીટર દૂર છે.આ સિવાય તસવીરમાં કિવ શહેરની બહારના યુદ્ધના નિશાન જ દેખાય છે. તસવીર યુદ્ધમાં તબાહી, તૂટેલા પુલ અને ઘણા નાશ પામેલા વાહનો દર્શાવે છે. યુક્રેનમાં હજુ પણ સ્થિતી ખતરનાક થશે તેવું લાગી રહ્યું છે.   

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch