Sat,16 November 2024,7:54 am
Print
header

વિશ્વ ખતરામાં, યુક્રેન પર પરમાણું હુમલાની તૈયારીઓ માટે પુતિને આપ્યો ન્યૂક્લિયર વોર ડ્રિલનો આદેશ- Gujarat Post

(ફાઇલ તસવીર)

રશિયા-યુક્રેન યુદ્ધનો 25 મો દિવસ

પુતિન વિચારી રહ્યાં છે કે એક નાનકડો દેશ તેમને પડકાર ફેંકી રહ્યો છે

Ukraine Russia War: રશિયા-યુક્રેન યુદ્ધને 25 દિવસ થઈ ગયા છે. યુક્રેનના કેટલાક મીડિયા અહેવાલોએ ટેલિગ્રામ ચેનલોને ટાંકીને દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પરમાણુ યુદ્ધ તરફ આગળ વધવાના સંકેતો આપ્યાં છે. આ દાવો એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે પુતિને પોતાની સેનાને ન્યુક્લિયર વોર ડ્રિલ માટે પ્રેક્ટિસ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં તેમણે પોતાના પરિવારને સુરક્ષા માટે સાઈબેરિયા મોકલી દીધો છે.

પરમાણુ સ્થળાંતર કવાયતના અહેવાલોએ રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયના અધિકારીઓ ને સ્તબ્ધ કરી દીધા છે. પુતિનના નિર્ણયના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે તે અંગે અધિકારીઓ ચિંતામાં છે. વિશ્લેષકોનું કહેવું છે કે યુક્રેને 25 દિવસના યુદ્ધ પછી પણ હજુ સુધી શસ્ત્રો મૂક્યા નથી, જેને કારણે પુતિન નારાજ છે, પુતિન વિચારી રહ્યાં છે કે એક નાનકડો દેશ તેમને પડકાર ફેંકી રહ્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયને પુતિન દ્વારા જ જાણ કરવામાં આવી છે કે તેઓ પરમાણુ યુદ્ધની તૈયારીની કવાયતમાં ભાગ લેશે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી પુતિન તેમના નજીકના પરિવારના સભ્યોને સાઇબિરીયાના તેહ અલ્તાઇ પર્વતોમાં એક હાઇ-ટેક ભૂગર્ભમાં લઈ ગયા છે. જે કોઈપણ પ્રકારના હુમલામાં ખૂબ સુરક્ષિત માનવામાં આવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch