Sat,16 November 2024,6:16 am
Print
header

રશિયા-યુક્રેન તણાવ પર PM મોદીએ કહ્યું, કોઈની જીત નહીં થાય, હવે યુદ્ધવિરામ કરો- Gujarat Post

રશિયા-યુક્રેન તણાવ પર PM મોદી બોલ્યાં

આ યુદ્ધમાં કોઈની જીત નહીં થાય - પીએમ મોદી 

યુદ્ધ તાત્કાલિક બંધ થવું જોઈએ, વાતચીતથી જ રસ્તો મળશે- મોદી

જર્મનીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ યુદ્ધ પર કહ્યું છે કે બંને દેશો વચ્ચે વાતચીત જ રસ્તો છે, આ યુદ્ધ તરત જ બંધ થવું જોઈએ.

યુદ્ધમાં થયેલા માનવ નુકસાનથી ભારત દુઃખી છે. આ યુદ્ધમાં કોઈનો વિજય નહીં થાય, ભારત શાંતિની અપીલ કરે છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વમાં તેલની કિંમતો વધી રહી છે. યુદ્ધે વિશ્વમાં માનવીય કટોકટી સર્જી છે. તેમણે યુક્રેનને માનવતાવાદી સહાય મોકલી છે. પીએમ મોદી સાથે મુલાકાત પછી, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે રશિયાને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી છે. કહ્યું કે યુદ્ધથી સરહદો બદલી શકાતી નથી.

ઓલાફ સ્કોલ્ઝે કહ્યું કે રશિયાએ યુક્રેન પર હુમલો કરીને આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે. હું વ્લાદિમીર પુતિનને યુદ્ધનો અંત લાવવા અને યુક્રેનમાંથી સૈનિકો પાછા ખેંચવા માટે ફરી અપીલ કરું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે બર્લિનમાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ એનર્જી પાર્ટનરશિપ પર હસ્તાક્ષર કર્યાં છે. મોદીએ કહ્યું કે અમારી છેલ્લી આઈજીસી 2019માં થઈ હતી, ત્યારથી વિશ્વમાં મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. કોવિડ-19 રોગચાળાએ વૈશ્વિક અર્થતંત્ર પર વિનાશક અસર કરી છે. તાજેતરની ભૌગોલિક રાજકીય ઘટનાઓએ દર્શાવ્યું હતું કે વિશ્વ શાંતિ અને સ્થિરતા કેટલી નાજુક છે, બધા દેશો એકબીજા સાથે જોડાયેલા છે.

લોકશાહી તરીકે ભારત અને જર્મની ઘણા સમાન મૂલ્યો ધરાવે છે. સામાન્ય હિતોને આધારે અમારા દ્વિપક્ષીય સંબંધોએ વધુ મજબૂત થશે."હું ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મારા અને મારા પ્રતિનિધિમંડળના સ્વાગત માટે આભાર માનું છું, મને ખુશી છે કે આ વર્ષે મારી પ્રથમ વિદેશ યાત્રા જર્મનીમાં થઈ રહી છે.

વડાપ્રધાન મોદી યુરોપના ત્રણ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં સોમવારે સવારે જર્મની પહોંચ્યા હતા. મોદી ડેનમાર્ક અને ફ્રાન્સ જશે. તેમનો યુરોપ પ્રવાસ રશિયા-યુક્રેન સંકટ વચ્ચે થઈ રહ્યો છે.લગભગ આખું યુરોપ રશિયા સામે ઊભું છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch