Sat,16 November 2024,8:06 am
Print
header

યુક્રેનિયન સૈનિકોએ શસ્ત્રો મૂકવાનો કર્યો ઇનકાર, યુક્રને રશિયા તરફી અલગાવવાદી કમાન્ડરને મારી નાખ્યો- Gujarat Post

યુક્રેનઃ રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 26મો દિવસ છે. યુક્રેન તરફથી સ્પષ્ટ સંકેતો મળ્યાં છે કે તે આત્મસમર્પણ નહીં કરે. યુક્રેનની સેનાએ મારિયુપોલમાં ભીષણ યુદ્ધમાં પણ શસ્ત્રો મૂકવાની ના પાડી દીધી છે. આ શહેરમાં લોકો ભૂખમરાની સ્થિતિ પર આવી ગયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનું કહેવું છે કે તેઓ પુતિન સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ જો આ મંત્રણા નિષ્ફળ જશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે અલગાવવાદી કમાન્ડર સર્ગી મસ્કિનને મારી નાખ્યો છે. સેર્ગી અલગતાવાદી જૂથ ડનિટ્સ્કનો કમાન્ડર હતો.

રોઇટર્સના સમાચાર અનુસાર,તુર્કીના વિદેશ મંત્રી કાવુસોગ્લુએ કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચેના કરારની ભૂમિકા બહાર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં યુદ્ધવિરામ થવાની સંભાવના છે. તુર્કીના વિદેશ પ્રધાન મેવલાત કાવુસોગ્લુએ પણ ગયા અઠવાડિયે રશિયા અને યુક્રેનની મુલાકાત લીધી હતી, રશિયન અને યુક્રેનિયન વિદેશ પ્રધાનો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેની વાતચીત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ વધુને વધુ ભયાનક બની રહ્યું છે. યુક્રેનના ક્રેમિના શહેરમાં રશિયન ટેન્ક દ્વારા ખુલ્લેઆમ ગોળીબારના સમાચાર છે. કેર હોમમાં રહેતા 56 વૃદ્ધોના મોત થયા છે. લુહાન્સ્ક પ્રદેશના પ્રમુખે આ જાણકારી આપી છે.યુક્રેન પર હુમલા બાદ રશિયાએ 900 થી વધુ લોકોની અટકાયત કરી છે.આ તમામ રશિયનો છે, જેઓ છેલ્લા ઘણા દિવસોથી પુતિન વિરુદ્ધ યુદ્ધનો વિરોધ કરી રહ્યાં હતા. યુક્રેનની સેનાએ એઝોવ સમુદ્રમાં બનેલા પોતાના જ રેલવે બ્રિજને ઉડાવી દીધો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch