Sat,16 November 2024,12:30 pm
Print
header

રશિયાને પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે યુક્રેન, 6 રશિયન વિમાનો તોડી પાડ્યાનો દાવો - Gujarat Post

રશિયાઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને છેલ્લા દિવસો સુધી યુદ્ધ ન થવાની વાત કરીને હવે યુદ્ધ શરૂ કરી દીધું છે. યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરાઇ છે. પુતિને યુક્રેનની સેનાને તેના હથિયારો નીચે મૂકી દેવા કહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની બહાર સૈન્ય બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપ્યાં બાદ તેના જવાબમાં પશ્ચિમી દેશો દ્વારા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેની વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું છે, 6 રશિયન વિમાનોને યુક્રેને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.

આ પહેલા મંગળવારે અમેરિકા અને તેના મહત્વના યુરોપીય સહયોગીઓએ રશિયા પર યુક્રેનમાં લાલ રેખા પાર કરવાનો આરોપ લગાવ્યો હતો. સરકારી સમાચાર એજન્સી 'તાસ'ના સમાચાર અનુસાર, રશિયાએ યુક્રેનમાં પોતાના રાજદ્વારી મિશનમાંથી સ્ટાફને હટાવવાનું શરૂ કરી દીધું હતુ,યુક્રેને દાવો કર્યો છે કે રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 300 લોકો માર્યાં ગયા છે. ભારત સરકારે પણ એડવાઈઝરી જારી કરી છે. ભારતે કહ્યું છે કે યુક્રેનમાં રહેતા ભારતીયોએ પોતાના ઘરમાં રહે અને સુરક્ષિત રહે. યુદ્ધ હજુ ભયાનક બનવાના એંધાણ દેખાઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch