કિવઃ એક તરફ બેલારુસમાં રશિયા અને યુક્રેન વચ્ચે મંત્રણા ચાલી રહી છે, બીજી તરફ રશિયન મીડિયાએ સનસનીખેજ દાવો કર્યો છે કે તેમના દેશે યુક્રેન પર હુમલો કરવા માટે પરમાણુ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. રશિયાના સંરક્ષણ પ્રધાન જનરલ સર્ગેઈ શોઇગુએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આ મામલે ચર્ચા કરી છે. રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાના નોર્ધન એન્ડ પેસિફિક ફ્લીટની સ્ટ્રેટેજિક મિસાઈલ કમાન્ડને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.
રશિયા તેના પાડોશી બેલારુસમાં પરમાણુ હથિયારો તૈનાત કરી શકે છે. આ કારણે યુરોપિયન યુનિયને બેલારુસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાએ બેલારુસની રાજધાની મિન્સ્કમાં તેનું દૂતાવાસ બંધ કરી દીધું છે, અમેરિકા રશિયાની રાજધાની મોસ્કોથી તેના બિન-ઇમરજન્સી સ્ટાફ અને તેમના પરિવારોને પાછા બોલાવી રહ્યું છે.
યુક્રેન પર રશિયાના હુમલા અંગે નાટોના "આક્રમક નિવેદનો" બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે દેશના પરમાણુ પ્રતિરોધક દળોને હાઈ એલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો હતો.અગાઉ, યુકેના વિદેશ સચિવ લિઝ ટ્રુસે ચેતવણી આપી હતી કે જો રશિયાને "યુક્રેનમાં" રોકવામાં નહીં આવે, તો નાટો સાથે સંઘર્ષ થઇ શકે છે.
યુદ્ધની શરૂઆતથી રશિયન રાષ્ટ્રપતિ પુતિન સતત નાટો દેશોને પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યાં છે. ગુરુવારે જ પુતિને યુક્રેનને સમર્થન આપતા દેશોને કડક ધમકી આપતા કહ્યું કે જો કોઈ બહારનો દેશ હસ્તક્ષેપ કરશે તો તેને એવા પરિણામો ભોગવવા પડશે જે તેણે આજ સુધીના ઈતિહાસમાં ક્યારેય જોયા નથી.
રશિયા પાસે વિશ્વમાં સૌથી વધુ 5 હજાર 977 પરમાણુ હથિયાર છે, અમેરિકા પાસે રશિયા કરતા 5 હજાર 428 પરમાણુ હથિયાર છે. ચીન પાસે 350, ફ્રાંસ પાસે 290, બ્રિટન પાસે 225 અને ભારત પાસે 160 પરમાણુ હથિયાર છે. રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો અને આજે પણ બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36