Fri,15 November 2024,7:11 am
Print
header

રશિયાએ કહ્યું પુતિનની હત્યાનો પ્રયાસ કરાયો છે, ડ્રોન હુમલા બાદ કંઇક મોટું થવાના એંધાણ

રશિયાઃ યુક્રેને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ હુમલા બાદ રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે અમે તેને આતંકવાદી હુમલો માનીએ છીએ. રાષ્ટ્રપતિની હત્યા કરવાનું કાવતરું હતું. આ હુમલો 9 મેના રોજ યોજાનારી વિજય દિવસની પરેડ પહેલા કરવામાં આવ્યો છે. જ્યારે વિદેશી મહેમાનો પણ હાજર રહેવાના છે રશિયા આ હુમલાનો જવાબ આપવા હવે સ્થળ અને સમય પસંદ કરશે.

રશિયાની આ ધમકી બાદ યુક્રેનની રાજધાની કિવમાં એર એટેક એલાર્મ એક્ટિવ થઈ ગયું છે. અમેરિકન પેટ્રિઓટ મિસાઇલો અહીં તૈનાત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે યુક્રેને આ ડ્રોન હુમલો નથી કર્યો, તેમની પાસે આવા હુમલા કરવાની તાકાત નથી.

હુમલા બાદ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું જ્યારે હુમલો થયો ત્યારે પુતિન ક્રેમલિનમાં હાજર ન હતા. હુમલામાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં રાષ્ટ્રપતિ મોસ્કોમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને હાજર છે અને ત્યાંથી કામ કરી રહ્યાં છે. પ્રેસિડેન્શિયલ પ્રેસ સર્વિસના નિવેદન અનુસાર ક્રેમલિન પર મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિને કોઈ નુકસાન થયું નથી. પુતિન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમના કામના સમયપત્રકમાં પણ કોઈ ફેરફાર થયો નથી.

એક તરફ જ્યાં પુતિનને નિશાન બનાવવાના પ્રયાસનો ખુલાસો થયો હતો, બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી બુધવારે ઓચિંતી મુલાકાતે ફિનલેન્ડ પહોંચ્યા હતા. અહીં તેઓ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સાઉલી નિનિસ્ટોને મળ્યાં હતા. ઝેલેન્સકીએ કહ્યું- ફિનલેન્ડે અમને જે મદદ કરી છે તેના બદલ આભાર. અમે અમારી સ્વતંત્રતા અને ગૌરવ માટે લડી રહ્યાં છીએ.

બાદમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું અમે પુતિન કે મોસ્કો પર હુમલો નથી કર્યો. અમે ફક્ત અમારા શહેરો અને ગામડાઓને બચાવવા માટે લડી રહ્યાં છીએ. સત્ય તો એ છે કે અમારી પાસે મોસ્કો કે પુતિન પર હુમલો કરવાની શક્તિ પણ નથી. અમે રશિયા સાથે લડવા માટે દુનિયાની મદદ લઈ રહ્યાં છીએ.

ડ્રોન હુમલાની ઘટના બાદ રશિયાએ કહ્યું રાષ્ટ્રપતિ પુતિન બિલકુલ સુરક્ષિત છે અને પોતાનું કામ કરી રહ્યાં છે. તેમના કાર્ય શિડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં જે માહિતી સામે આવી રહી છે તે મુજબ ક્રેમલિન પર હુમલા માટે 2 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયાએ તેની રડાર અને ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા તેમને શોધી કાઢ્યા હતા.

રશિયામાં દર વર્ષે 9મી મેના રોજ વિજય દિવસની પરેડ યોજાય છે. પેસ્કોવે કહ્યું અમે આવી હરકતોથી ડરવાના નથી. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે વિજય દિવસની પરેડ પણ નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે. થોડા દિવસો પહેલા રશિયાએ આશંકા વ્યક્ત કરી હતી કે પુતિન પર હાઈટેક ડ્રોનથી હુમલો થઈ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch