Sat,16 November 2024,10:09 am
Print
header

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું એલાન, ફેસબુક અને ટ્વિટર પર પ્રતિબંધ, સેનાને લઇને ફેક ન્યૂઝ લખશે તેને મોકલાશે જેલમાં - Gujarat Post

યુક્રેનઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 10મો દિવસ છે. રશિયન સેના યુક્રેન પર ચારે બાજુથી હુમલા કરી રહી છે. સતત છોડવામાં આવી રહેલી મિસાઈલોને કારણે યુક્રેન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે  રશિયાના રાષ્ટ્રપતિ પુતિને સોશિયલ મીડિયામાં સેના પર ફેક ન્યૂઝ ફેલાવશે તેના પર કાર્યવાહી કરાવાના કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે.

રશિયાએ ફેસબુક પર પ્રતિબંધ મૂક્યો

ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, રશિયાએ ફેસબુક પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયન સરકારની સેન્સરશીપ એજન્સી રોસ્કોમનાડઝોરે પ્રતિબંધ માટેના કારણ તરીકે ફેસબુકના "રશિયન રાજ્ય મીડિયા જૂથો સામેના ભેદભાવ"ને ટાંક્યો છે. ફેસબુક પર પ્રતિબંધ પછી કંપનીએ કહ્યું કે રશિયા વિશ્વસનીય માહિતીને બ્લોક કરીને લાખો લોકોને તેનાથી દૂર રાખે છે.

રશિયાએ પણ ટ્વિટર પર પ્રતિબંધ મૂક્યો 

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પુતિન સોશિયલ મીડિયા પર પણ લગામ લગાવી રહ્યાં છે. ફેસબુક પર પ્રતિબંધ લગાવ્યાં બાદ ટ્વિટર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

માઇક્રોસોફ્ટ રશિયામાં નવા ઉત્પાદનોનું વેચાણ બંધ કરશે

માઇક્રોસોફ્ટ રશિયામાં તેની કંપનીના ઉત્પાદનો અને સેવાઓના તમામ નવા વેચાણને સ્થગિત કરશે. અગાઉ એપલે રશિયામાં તેના તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. યુક્રેન આ સપ્તાહના અંતમાં રશિયા સાથે ત્રીજા રાઉન્ડની વાતચીતનું આયોજન કરી રહ્યું છે, યુક્રેન રશિયાના આક્રમણથી શરૂ થયેલી લડાઈને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવા માટે આ સપ્તાહના અંતમાં રશિયન અધિકારીઓ સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત યોજવાનું આયોજન કરી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch