Sat,23 November 2024,10:34 am
Print
header

સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર

સાબરકાંઠાઃ વડાલીના વેડા ગામમાં પાર્સલ બ્લાસ્ટમાં પિતા અને પુત્રીનું મોત થઇ ગયું છે, જેમાં હવે મોટો ઘટસ્ફોટ થયો છે, આ કેસમાં પ્રેમ પ્રકરણમાં આ બ્લાસ્ટ કરાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પત્નીના પ્રેમીની હત્યા કરવા માટે આ ષડયંત્ર રચાયું હતુ, જેમાં બે લોકોનાં મોત થઇ ગયા છે અને બે લોકો ઘાયલ થયા છે.

પોલીસે પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલનાર આરોપી જયંતી વણઝારાને ઝડપી લીધો છે. તેને પાર્સલમાં જિલેટીન પેક કરીને જિતેન્દ્ર વણઝારાના ઘરે રિક્ષામાં મોકલ્યું હતું, જેવું તેને ખોલવામાં આવ્યું ત્યાં જ મોટો બ્લાસ્ટ થયો અને પિતા અને 11 વર્ષની પુત્રીના મોત થઇ ગયા.

જયંતી વણઝારાની પત્ની અને મૃતક જિતેન્દ્ર એક જ ગામના હતા, તેમની વચ્ચે સંબંધો હોવાનું જયંતી વણઝારાનું કહેવું છે.
જેથી પત્નીના પ્રેમીની હત્યા કરવાનું આરોપીએ નક્કિ કરીને હોમ થિયેટર જેવી વસ્તુ પેક કરીને પાડોશીને આપી હતી અને કહ્યું હતુ કે જિતેન્દ્ર આવે ત્યારે તેને આ પાર્સલ આપી દેજો, જેને ખોલતા જ મોતનો ખેલ ખેલાઇ ગયો હતો.

આ કેસમાં ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ગાંધીનગર ફોરેન્સીક લેબોરેટરીની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી,
વિસ્ફોટકોમાં એમોનિયમ નાઇટ્રેટની હાજરી મળી આવી છે. આરોપીની વધુ પૂછપરછ કરાઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch