Sat,16 November 2024,6:16 am
Print
header

સાબરકાંઠાઃ 12 વર્ષે ભાંડો ફૂટ્યો, સિનિયર ક્લાર્કે તીકડમ ચલાવીને પુત્રવધૂ અને પુત્રીને નોકરીના બોગસ ઓર્ડર આપ્યાં હતા- Gujarat Post

સાબરકાંઠાઃ જિલ્લા પંચાયતના સીનિયર કલાર્કે પુત્રી, પુત્રવધુને ખોટી રીતે ઓર્ડર આપ્યાંનું 12 વર્ષે બહાર આવતા 5 લોકો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિવૃત જિલ્લા શિક્ષણાધિકારી સહિત પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોધવામાં આવી છે, પાંચ વર્ષ બાદ કાયમી કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં અરજી આવતા બંને શિક્ષકોના નિમણૂંક પત્રો ખોટા હોવાનું બહાર આવતા ખાતાકીય તપાસ હાથ ધરાઇ છે. 

હિંમતનગરના મહાદેવપુરામાં રહેતા અને ઇડર તાલુકાના પંચેરીમાં પુત્રવધુ ધરતી કાન્તિ પટેલ અને પુત્રી કિંજલ હરિ પટેલ હિંગળાજ પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષકની નોકરી કરે છે, તેઓએ કાયમી થવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં અરજી કરી હતી, બંને શિક્ષકોના નિમણૂંક પત્રો ખોટા હોવાનું બહાર આવતા ખાતાકીય તપાસ હાથ ધરાઇ છે. પ્રાથમિક તપાસમાં પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી પી.એફ.પારઘી, કચેરીના હેડક્લાર્ક એમ.એન.દવે, નિવૃત સીનિયર ક્લાર્ક હરિ પટેલે ભેગા મળીને આ ખોટા નિમણૂંક પત્રો મેળવ્યાં હોવાનું બહાર આવ્યું હતું.

હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પૂર્વ શિક્ષણાધિકારી, હેડ ક્લાર્ક, નિવૃત સીનિયર ક્લાર્ક અને બે શિક્ષકા સહિત પાંચ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સિનિયર ક્લાર્ક નિવૃત્ત થઈ ગયા છે, હેડ કલાર્ક અન્ય જગ્યાએ ફરજ બજાવે છે. આરોપીઓ હજુ પોલીસ પક્કડથી દૂર છે.

ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તા.03-04-2008 ના રોજ મંજૂરી આપવામાં આવ્યાં બાદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પીટીસી-192, સીપીએડ-14, એટીડી-08 અને સંગીત વિશારદની 06 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ભરતી પ્રક્રિયા સંપન્ન થયા બાદ મેરીટ લિસ્ટમાં નામ ન આવવા છંતા પછીથી કિંજલ હરિભાઈ પટેલ અને ધરતી કાન્તિભાઈ પટેલ તા.17-06-10 ના રોજ અરજી કરી હતી અને ત્યારબાદ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી પી.એફ. પારઘીએ બંનેને જુલાઈ અને ઓગસ્ટમાં નિમણૂંક ઓર્ડર આપી દીધા હતા. 

સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હરીભાઇ કે. પટેલે પુત્રવધૂ અને પુત્રીના મેરીટ લિસ્ટમાં નામ ન હોવા છતાં અને મંજૂર 6 જગ્યાઓ પર ભરતી થઇ ગઇ હોવા છતાં શિક્ષણાધિકારી અને હેડ ક્લાર્કને સાથે રાખીને આ કૌભાંડ કર્યું હતુ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch