Sat,21 September 2024,8:25 am
Print
header

રીલ્સ બનાવવાના મોહમાં જીવ ખોયો, હિંમતનગરના પીપલોદી અને ધાણંધાના બે યુવાનો નદીમાં ડૂબ્યા

સાબરકાંઠાઃ ધોધમાર વરસાદને લઈને નદી-નાળા તથા ઝરણાઓ જીવંત થયા છે. ત્યારે યુવા વર્ગ રીલ્સ બનાવવા માટે નદી કિનારે તેમજ જીવંત ઝરણાંઓ નજીક પહોંચે છે. ચોમાસામાં આ સમયે દુર્ઘટનાઓ પણ બને છે. રવિવારે હિંમતનગર પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા પાંચ મિત્રો પીપલોદી નજીકથી પસાર થતી હાથમતી નદી કિનારે જીવંત ઝરણાં નજીક જઈને રીલ્સની તૈયારી કરતા હતા ત્યારે જ એક યુવાન પાણીમાં ડૂબતા બૂમાબૂમ થતા અન્ય મિત્રએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં ડૂબેલો યુવાન તણાઈ ગયો હતો. ગ્રામજનોને દુર્ઘટનાની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગને જાણ કરાઇ હતી અને બચાવ માટે ટીમે પહોંચી ગઇ હતી. ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી.

હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં જૈન દેરાસર પાસે રહેતો હર્ષ મહેન્દ્રભાઈ પ્રજાપતિ, યશદીપ ગુર્જર, અક્ષત કિસન ચૌહાણ, રિશી લુહાર તેમજ યશદીપ વણકર આ પાંચેય મિત્રો બપોરે પીપલોદી ગામની સીમમાંથી પસાર થતી હાથમતી નદીના પટમાં પડતા ધોધ પાસે પહોંચ્યાં હતા. ત્યારબાદ સોશિયલ મીડિયાની રીલ્સ બનાવવા માટેની તૈયારીઓ કરતા પૂર્વે હર્ષ મહેન્દ્રભાઈ પ્રજાપતિ ધોધ નજીક એક તરફથી બીજી તરફ જતા પાણીમાં પડ્યો હતો.

આ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગ્યો હતો. હર્ષને ડૂબતો જોઈ અન્ય મિત્ર પણ પાણીમાં પડ્યો હતો, જોકે પાણીમાં ડૂબતા હર્ષ પ્રજાપતિને બચાવી શક્યો ન હતો. આ દુર્ઘટનાથી અન્ય મિત્રો ગભરાઈને બુમાબુમ કરવા લાગ્યા હતા. જેના કારણે ઘટના સ્થળે દોડી આવેલા ગ્રામજનોને હિંમતનગર પાલિકાના ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. જેથી હિંમતનગર ફાયર વિભાગની ટીમ અને ગ્રામ્ય અને બી-ડીવીઝન પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરી હતી. સતત પાંચ કલાકથી વધુ સમય શોધખોળ કરી હતી પરંતુ પાણીમાં ડૂબેલા હર્ષ પ્રજાપતિની કોઈ ભાળ મળી ન હતી. આ ઘટનાની જાણ પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં થતા પરિવારજનો મિત્રો સંબધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

હિંમતનગરના ધાણધા નજીકની ભાવના રેસીડેન્સીમાં રહેતો 17 વર્ષીય યુવાન હાથમતી નદીમાં ડૂબ્યો

હિંમતનગરના ધાણધા નજીક આવેલ મીરાં પેટ્રોલ પંપ સામે આવેલી ભાવના રેસીડેન્સીમાં રહેતો રાજગીરી પ્રમોદ ગોસ્વામી (ઉ.વ-17) રવિવારે બપોરે ધાણધા નજીકથી પસાર થતી હાથમતી નદીમાં મિત્રો સાથે ન્હાવા ગયો હતો. પરંતુ નદીના ઊંડા પાણીમાં અચાનક યુવાન ડૂબવા લાગ્યો હતો. જેનું નદીના પાણીના ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મૃતક યુવાન રાજગીરી પ્રમોદગીરી ગોસ્વામીની લાશ સ્થાનિકોએ બહાર કાઢીને તાત્કાલિક 108 માં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરીને હિંમતનગર સિવિલ પોલીસ ચોકીમાં જાણ કરી હતી અને પોલીસ કાર્યવાહી બાદ પીએમની કાર્યવાહી કરી હતી. આ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch