Mon,18 November 2024,3:51 am
Print
header

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને કરાયા હોસ્પિટલમાં દાખલ, કોરોનાની ચાલી રહી છે સારવાર

મુંબઇઃ ક્રિકેટની દુનિયાના બેતાજ બાદશાહ સચિન તેંડુલકરને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે અત્યાર સુધી તેઓ ઘરે જ સારવાર લઇ રહ્યાં હતા પરંતુ હવે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમને જણાવ્યું છે કે ડોક્ટરની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થયો છું0 મારી તબિયત સ્થિર છે હું ઝડપથી સાજો થઇને ઘરે પરત ફરીશ.

સચિને વર્લ્ડકપ જીતવાની 10મી વર્ષગાંઠ પર તમામ ભારતીયો અને ટીમના સાથીઓને શુભેચ્છા પાઠવી છે. 2 એપ્રિલ 2011 ના દિવસે ભારતે બીજી વખત ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો જે જીતને આજે 10 વર્ષ પુરા થયા છે.

નોંધનિય છે કે ભારતમાં હાલમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં છે દરરોજ હજારો લોકો અહીં કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. જેમાં બોલીવુડની અનેક હસ્તીઓને પણ કોરોના થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch