Sat,16 November 2024,8:16 am
Print
header

સુરત: ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ સજ્જુ કોઠારીને પોલીસે ઘરમાં બનાવેલા ગુપ્ત બંકરમાંથી ઝડપી લીધો- Gujarat post

સજ્જુ કોઠારી તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે શુક્રવારે રેડ પાડી હતી

ACP આર. આર. સરવૈયા સહિત 3 PI, 7 PSI અને 40 પોલીસ જવાનો સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા

સુરતઃ ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ સજ્જુ કોઠારીને પોલીસે તેના જ ઘરમાંથી ઝડપી લીધો છે.સજ્જુ કોઠારી તેના ઘરે જ છુપાયો હોવાની બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે રેડ પાડી હતી. જેમાં ACP આર. આર. સરવૈયા સહિત 3 PI, 7 PSI અને 40 પોલીસ જવાનો સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.જ્યાં દરવાજાને તાળું મારેલું હતું છતાં પોલીસે દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખોલો નહીં તો તોડી નાખીશું તેવી ચેતવણી આપી હતી. તેમ છતાં દરવાજો ન ખુલ્યો એટલે બારીનો કાચ પોલીસે તોડી નાખ્યો હતો. 

કાચ તૂટતા જ અંદરથી દરવાજો ખુલ્યો ત્યાર બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ પહેલા તો સજ્જુ કોઠારી મળ્યો નહીં જો કે બાદમાં વધુ તપાસ કરતા ઘરમાં બનાવેલું ગુપ્ત બંકર મળી આવ્યું હતું. પહેલા દરવાજો ખખડાવ્યો પરંતુ દરવાજો ખોલ્યો નહીં જેથી અંતે પોલીસે દરવાજો તોડી નાખ્યો અંદર જોતા જ સજ્જુ કોઠારી બેઠો હતો.જેને ઝડપીને કોર્ટમાં રજૂ કરાયો હતો.જ્યાં કોર્ટે સજ્જુ કોઠારીના 6 એપ્રિલ સુધીના રિમાંડ મંજૂર કર્યાં છે.

અગાઉ રાંદેર અને અઠવા પોલીસે ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી. 28મી જાન્યુઆરીએ જામીન પર છૂટતા પોલીસે અટકાયતી પગલા માટે સજ્જુને જેલની બહારથી પકડતા તેનો ભાઇ અને સાગરિતો પોલીસ સાથે માથાકૂટ કરી ભગાવી ગયા હતા. 35 ગુનાનો આરોપી પહેલીવાર સુરત તેના ઘરેથી જ ઝડપાયો છે. તે અગાઉ નાગપુર અને મુંબઈથી પકડાયો હતો.

સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી RCCનું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ બનાવી દીધો

સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારીની સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

વોન્ટેડ સજ્જુ કોઠારીએ સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ કરીને RCCનું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ બનાવી દીધો હતો. સજ્જુએ 7520 ચો.મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યુ હતું. રસ્તાઓ પર પણ દબાણ કરીને તેણે બારાહજારી મહોલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો, જમરૂખગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યો હતો. આ બાબતે કલેકટરમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને આધારે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં સજ્જુ ગુલામ મુહમ્મદ કોઠારીની સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch