Fri,15 November 2024,4:27 pm
Print
header

સાકેત ગોખલેએ નકલી દસ્તાવેજો કર્યાં હતા તૈયાર, મોદીની મોરબી મુલાકાત દરમિયાન રૂ.30 કરોડનો ધૂમાડો કરાયાનું કર્યું હતુ ટ્વીટ

આરોપીને બે દિવસના રિમાન્ડ પર મોકલાયો 

 

અમદાવાદઃ ગુજરાત પોલીસના જણાવ્યાં અનુસાર પીએમ મોદીના મોરબી પ્રવાસ પર તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેએ 30 કરોડ રૂપિયાના ખર્ચના નકલી દસ્તાવેજો તૈયાર કર્યાં હતા. સાયબર સેલના સૂત્રોનાં જણાવ્યાં અનુસાર સાકેત ગોખલેએ પોતાના ટ્વીટમાં ગુજરાત સમાચાર પેપરના ફોન્ટનો ઉપયોગ કર્યો હતો, જેમાં મોદીની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાનું જણાવાયું છે. જો કે ખર્ચની આ વાત ખોટી છે અને આ ડોક્યુમેન્ટ પણ ખોટા છે. આ એક રાજકીય સ્ટંટ હતો.

આ ડોક્યુેમેન્ટ સાકેત ગોખલેએ પોતે બનાવ્યાં હતા. આ બધા પુરાવા મળતા પોલીસે એફઆઈઆર દાખલ કરી હતી. પોલીસના જણાવ્યું અનુસાર તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેએ બનાવટી દસ્તાવેજોમાં આરોપ લગાવ્યો હતો કે પુલ ધરાશાયી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબીની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં હતા અને મૃતકોના પરિવારજનોને યોગ્ય સહાય આપવામાં આવી નથી. 

સાકેત ગોખલેની ગઈકાલે રાત્રે જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી, ભાજપ નેતા અમિત કોઠારીએ અમદાવાદમાં સાકેત સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ધરપકડ કરવામાં આવી હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch