Sat,16 November 2024,5:20 am
Print
header

સમસ્તીપુરમાં વિધાર્થીનીએ ટ્રેનમાંથી ઝંપલાવ્યું, કહ્યું ઇજ્જત બચાવવાનો આ છેલ્લો રસ્તો હતો- Gujarat Post

બિહારઃ સમસ્તીપુરમાં 22 વર્ષીય વિદ્યાર્થીનીએ છેડતીનેે કારણે પરેશાન થઈને ચાલતી ટ્રેનમાંથી કૂદીને પોતાની ઇજ્જત બચાવી હતી. ગામ લોકોને વિદ્યાર્થીની ટ્રેકની બાજુમાં ગંભીર હાલતમાં મળી હતી. તેને રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. યુવતીને બંને પગ, હાથ, માથામાં ગંભીર ઈજાઓ થઈ છે. તે મુઝફ્ફરપુરમાં નર્સિંગનો અભ્યાસ કરે છે. ટ્રેનમાં બરૌનીમાં પોતાના ઘરે જઇ રહી હતી. ત્યારે આ બનાવ બન્યો હતો.

વિધાર્થીની મુઝફ્ફરપુરથી બરૌની જવા માટે બપોરે 3.15 કલાકે ટ્રેનમાં બેસી હતી. તે જ્યાં બેઠી હતી ત્યાં 6 છોકરા હતા. તેઓ ગંદી ટિપ્પણીઓ કરવા લાગ્યા. જ્યારે તેને ના પાડી તો તેને સ્પર્શ કરવાનું શરૂ કર્યું. તે ગભરાઇ ગઇ અને ગેટ પાસે આવી ગઇ હતી. ઘરે મદદ માટે ફોન કરવા જતા છોકરાઓએ ફોન છીનવી લીધો હતો. છોકરાઓએ ફરીથી વિધાર્થીની સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. ટ્રેનમાં ઘણા લોકો હતા, પરંતુ કોઈ મદદ કરવા આગળ આવ્યું નહીં. શું કરવું તે સમજાતું ન હતું તો ટ્રેનમાંથી કૂદી પડવું યોગ્ય લાગ્યું હતું.

યુવતી ANMની વિદ્યાર્થીની છે. આ યુવતી કોરાબદ્ઘા રેલ્વે ફાટક નંબર 50 સીના OHE પોલ નંબર 31/12 પાસે ટ્રેનમાંથી કૂદી પડી હતી. ગામ લોકોએ તેને રેલવે હોસ્પિટલમાં દાખલ કરી હતી. યુવતીને બંને પગ, હાથ અને માથામાં ગંભીર ઈજાઓ થઈ છે.  પરિવારને જાણ કરતા તે હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા.વિધાર્થીની સ્થિતિ ગંભીર હોવાથી સારી સારવાર માટે રીફર કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ થયા બાદ ધરપકડ કરવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch