Fri,15 November 2024,8:14 am
Print
header

ACB ની મોટી ટ્રેપ- આ ગામના સરપંચ રૂપિયા 2,00,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા

પહેલા 25 લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને 19 લાખ આપવાના નક્કિ થયા હતા

પહેલો હપ્તો 2 લાખ રૂપિયાનો લેતા સરપંચ ઝડપાઇ ગયા 

અમદાવાદઃ વધુ એક સરપંચને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યાં છે, સાણંદ તાલુકાના માણકોલ ગામના સરપંચ અરવિંદ દીપાભાઇ રાઠોડ 2 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.આરોપીએ વૃતી હોલીડે હોમ્સની અંદર જાહેર માર્ગ પર આ લાંચ લીધી અને એસીબીએ તરત જ ટ્રેપ કરી હતી, 2 લાખ રૂપિયાની રકમ રિકવર કરવામાં આવી છે.

ફરીયાદીની એન.એ કરાવેલી 20 ગુંઠા જમીન માણકોલ ચોકડી પર આવેલી છે, ફરીયાદીએ અગાઉ બાંધકામ કરેલ છે. બાકીની ખુલ્લી જગ્યામાં બાંધકામ કરવા જતાં સરપંચે ખોટા વાંઘા વચકા કાઢીને કામ બંધ કરાવ્યું હતુ. કામ ચાલુ કરવાનાં બદલામાં શરૂઆતમાં બે દુકાનોની માંગણી કરેલી, ત્યાર બાદ ફરીયાદીએ રકઝક કરતાં રૂ.25 લાખની માંગણી કરેલી અને છેવટે રૂ.19 લાખ આપવાની વાત થઇ હતી. જેના હપ્તા પેટે 2 લાખ રૂપિયા લેતા સરપંચ ઝડપાઇ ગયા છે.

ટ્રેપિંગ અધિકારી: એસ.એન.બારોટ
પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ ગ્રામ્ય , એ.સી.બી પોલીસ સ્ટેશન

સુપરવિઝન અધિકારી: કે.બી.ચુડાસમા
મદદનીશ નિયામક, એસીબી,અમદાવાદ એકમ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch