Fri,01 November 2024,7:08 pm
Print
header

બાપુનું વચન..બાટલી ગમે ત્યાં મળી જશે ! અમારી સરકાર આવશે તો 100 દિવસમાં જ દારૂબંધી હટાવીશું- gujarat post

ગાંધીનગરઃ પાછી વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને પાછા બાપુ સક્રિય થઇ રહ્યાં છે, ચૂંટણી સમય જ મેદાનમાં આવતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાજપની કામગીરી સામે સવાલ ઉભા કરીને પ્રજાને વાયદો કરી નાખ્યો છે કે જો ગુજરાતમાં અમારી સરકાર આવશે તો બાટલી મળતી થશે, એટલે કે 100 જ દિવસમાં દારૂબંધી હટાવી લેવામાં આવશે અને બધે સારો દારૂ મળતો થશે, વાઘેલાએ લોકશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની રચના કરીને વિધાનસભામાં પોતાના ઉમેદવારો ઉભા રાખવાની વાત કરી છે.

બોટાદમાં થોડા દિવસ પહેલા જ લઠ્ઠાકાંડમાં 60 જેટલા લોકોના જીવ ગયા છે અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે, આ બધુ કેમિકલ(લઠ્ઠો) પીવાથી થયું હતુ, ત્યારે પણ શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર પ્રહાર કરીને દારૂબંધ હટાવી લેવાની માંગ કરી હતી, જેથી લોકોને સારી ક્વોલિટીનો દારુ મળી રહે.

રાજ્યમાં દારૂબંધી હોવા છંતા કરોડો રૂપિયાનો દારૂ વેચાઇ રહ્યો છે અને બીજા રાજ્યોમાંથી અહી દારૂ ઠલવાઇ રહ્યો છે, અગાઉ કોંગ્રેસે કહ્યું હતુ કે ભાજપના નેતાઓ અને પોલીસની મિલિભગતથી કરોડો રૂપિયાનું હપ્તારાજ ગોઠવાયું છે. પરિવારો બરબાદ થઇ રહ્યાં છે અને ભાજપને કંઇ પડી નથી. આમ આદમી પાર્ટીએ પણ દારૂબંધીના નાટક મામલે ભાજપ સરકારની ઝાટકણી કાઢી નાખી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch