Sun,17 November 2024,5:18 am
Print
header

ACB એ અહીંના સર્કલ ઓફિસરને લાંચ લેતા ઝડપી લીધા, 14 હજાર રૂપિયાની કરી રિકવરી

પોતાની ઓફિસમાં જ અધિકારીઓ-કર્મચારીઓ લઇ રહ્યાં છે લાંચ 

 

છોટાઉદેપુરઃ વધુ એક લાંચ લેનારા અધિકારીને એસીબીએ ઝડપી પાડ્યો છે, રાકેશ જેઠાભાઈ પાટીદાર, સર્કલ ઓફિસર વર્ગ-3, સંખેડા, જીલ્લો- છોટાઉદેપુરને રૂપિયા 14 હજારની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ તાલુકા સેવા સદનમાં 14 હજાર રૂપિયાની લાંચ લીધી હતી. 

ફરિયાદીના પિતાનું મૃત્યું થઇ ગયેલ હોવાથી તેઓની વડીલોપાર્જિત જમીનમાં તેઓનું તથા પરિવારનાં સભ્યોનાં નામો વારસાઈમાં ઉમેરવાનાં હતા, જેથી આ કામે તાલુકા સેવા સદન, સંખેડા ખાતે અરજી કરતાં અને આરોપીને મળતા તેઓએ જણાવેલ કે તમારી અટકમાં ભૂલ છે. જેથી ફરિયાદીએ તેમના પિતાજીની સુધારેલ અટક વાળી ગેઝેટની નકલ રજૂ કરેલ પરંતુ આરોપીએ સુધારેલ અટક સાથે વારસાઈની નોંધ કરવા 15 હજાર રૂપિયાની લાંચ માંગી હતી, અંતે 14 હજાર રૂપિયા આપવા ફરિયાદી મજબૂર બન્યાં હતા.

બાદમાં ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવતા આરોપી રાકેશ પાટીદાર રૂપિયા 14 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા છે. જે.આર. ગામીત, પોલીસ ઇન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ્ય એસીબી અને સુપરવિઝન અધિકારી એસ.એસ.ગઢવી, મદદનીશ નિયામક, વડોદરા એકમ તથા તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch