Sat,16 November 2024,7:56 pm
Print
header

સરપંચના ઉમેદવાર મોડેલ એશ્રા પટેલ પર હુમલો, 12 લોકો સામે નોંધાઇ ફરિયાદ - Gujarat Post

સામે વાળા પક્ષે 12 લોકો સામે નોંધાવી ફરિયાદ 

છોટા ઉદેપુરઃ રાજ્યમાં 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં મતદાન મથક પર કેટલીક જગ્યાઓ પર ઘર્ષણ થયું હોવાનું સામે આવ્યું હતું. છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા કાવિઠા ગ્રામ પંચાયતમાંથી સરપંચના ઉમેદવાર મોડેલ એશ્રા પટેલે ઉમેદવારી નોંધાવી હતી. એશ્રા પટેલની સાથે મતદાન મથક પર બેથી ત્રણ લોકોએ ઝપાઝપી કરી હતી. આ ઘટનામાં એશ્રા પટેલને પગના ભાગે ઈજાઓ થઇ હતી. સંખેડાના કાવીઠા ગામે સરપંચની ઉમેદવાર અને સુપર મોડેલ એશ્રા પટેલ અને તેના પિતા સહિત 12 લોકો સામે વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિ મનોજ સોલંકીએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. 

સરપંચ પદની ચૂંટણીમાં તેમનાં પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકીના સમર્થકો વચ્ચે મતદાન મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી,પછી ઝપાઝપી થઈ હતી.એશ્રા પટેલે જણાવ્યું હતું કે અમારા ગ્રામ્ય વિસ્તારના લોકો ગરીબી રેખા હેઠળ જીવન જીવી રહ્યાં છે. આ લોકોને સારું જીવન આપવું તે મારા જીવનનું એક મિશન બની ગયું છે. હું ગામના લોકોના હક માટે લડતી રહીશ.લોકોના આશીર્વાદ મારી સાથે છે એટલા માટે હું જીતની આશા રાખું છું અને લોકો પણ મારા માટે પૂજા અને પ્રાથના કરી છે. 

મતદાન પૂર્ણ થવાની તૈયારી હતી તે સમયે કેટલાક લોકો મતદાન મથકમાં બૂમાબૂમ કરવા લાગ્યા.એટલે હું પણ મતદાન મથકની અંદર જોવા માટે ગઈ હતી.ત્યાં જે લોકો ઝઘડો કરી રહ્યાં હતા તેમને મેં ઝઘડો કરવાની ના પાડતા તેમને મને ધક્કો માર્યો મને ગાળો બોલવા લાગ્યા હતા. આ ઝઘડાને કારણે ગામના લોકો એકઠા થઇ ગયા હતા. બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. નોંધનીય છે કે એશ્રા પટેલના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch