Sun,17 November 2024,7:19 am
Print
header

સાવરકુંડલાઃ કબીર આશ્રમના નરાધમ સંતે ગુરુપૂર્ણિમાના દિવસે મહિલાને પુત્ર પ્રાપ્તિ માટેનો પ્રસાદ આપવાનો કહીને..

સફરજનમાં કેફી પદાર્થ નાખીને મહિલાને બેભાન કરી હતી 

પ્રતિકાત્મક ફોટો

સાવરકુંડલાઃ દાધીયા ગામે આવેલા કબીર આશ્રમમા સંતે મહિલાને પુત્ર પ્રાપ્તિ માટે પ્રસાદમાં કેફી પદાર્થ ખવડાવી દીધો હતો અને અર્ધ બેભાન અવસ્થામાં તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતુ, હવે આરોપીને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સુરતથી ઝડપી લેવામાં આવ્યો છે. અમરેલી એસપી નિર્લિપ્‍ત રાય દ્વારા આ કેસમાં કડક કાર્યવાહીના આદેશ અપાયા બાદ IPC કલમ-376, 328 મુજબના ગુનો  નોંધાયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટાફની ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડ્યો છે.

વલ્લભીપુર પંથકની 29 વર્ષીય મહિલા અને સાસુ અમરસંગ ખોડા પરમાર ઉર્ફે અમરદાસ પાસે તા-18-7-2021 ના રોજ દાઘીયામાં કબીર આશ્રમ ગયા હતા. કબીર આશ્રમના સંતને પોતાના ગુરૂ માનતા હોવાથી તેઓની પાસે પુત્ર પ્રાપ્તી માટે ગયા હતા, ગુરૂપુર્ણીમાના દિવસે કપુરનુ પાન, ડ્રાયફ્રૂટ અને પુજામાં મુકેલા ફળનો પરવાનો લેવા માટે આરોપી અમરદાસે મહિલાને તા.19-7-2021 ની રાત્રે 12.15 વાગ્યે આશ્રમના કંપાઉન્ડમાં ઝાડ પાસે એકલી બોલાવી હતી. સફરજનમાં કોઇ કેફી પદાર્થ ખવડાવીને મહિલા સાથે અર્ધબેભાન અવસ્થામાં મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

નરાધમ ગુરુ અમરદાસે પોતાના સોશિયલ મીડિયાના એકાન્ટમાથી આ મહિલાને મારી ભૂલ છે, બને તો માફ કરી દેજો. મમ્મી-પપ્પાને ના કહેતા એવો મેસેજ પણ કર્યો હતો, જે મહિલાના પતિએ જોતાં તેણે પૂછપરછ કરી તો બધી હકીકત બહાર આવી હતી. બાદમાં મહિલાના પરિવારે ફરિયાદ કરતા આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch