Sun,17 November 2024,6:54 pm
Print
header

કોરોનાથી મોત પર ન આપી શકાય 4 - 4 લાખ રૂપિયા, ખતમ થઈ જશે એસડીઆરએફ ફંડઃ સુપ્રીમમાં કેન્દ્ર સરકારનો જવાબ

નવી દિલ્હીઃ કોરોનાથી મોત થનારા લોકોના પરિવારોને 4 -4 લાખ રૂપિયાનું વળતર આપવા માટે કેન્દ્ર સરકારે અસમર્થતા દર્શાવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંધનામામાં કેન્દ્ર સરકારે આ જાણકારી આપી છે. મોદી સરકારે કહ્યું છે કે તમામ પીડિતોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવામાં આવે તો એસડીઆરએફનું તમામ ફંડ ખર્ચ થઈ જશે. જેથી આ અશક્ય છે.

સુપ્રીમ કોર્ટમાં કોવિડથી થનારા મોત પર ચાર લાક રૂપિયા વળતર આપવાની માંગને લઈ એક અરજી થઈ હતી. અરજીકર્તાએ કહ્યું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તથા 2015માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી. જેમાં આફતથી થનારા મોત બદલ ચાર લાખ રૂપિયા વળતર આપવાની વાત છે. જેના પર કેન્દ્રએ કહ્યું કે આ નિયમ ભૂકંપ અને પૂર જેવી પ્રાકૃતિક આફતો પર જ લાગુ થાય છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંધનામામાં જણાવ્યું કે જો કોરોનાથી જીવ ગુમાવનારા પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે તો સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડના તમામ પૈસા ખર્ચ થઈ જશે. જે બાદ કોઈ આફત આવશે ત્યારે મુશ્કેલી થશે સરકાર દ્વારા દલીલ કરવામાં આવી કે હાલ મહામારીના સમયમાં સરકારને વધુ પૈસાની જરૂર છે. 2019-20માં એસડીઆરએફ દ્વારા રાજ્ય સરકાર મહત્તમ 35 ટકા ફંડનો ઉપયોગ કરી શકતી હતી.જે 2020-21માં વધારીને 50 ટકા કરવામાં આવ્યો હતો

કેન્દ્રએ કહ્યું ચાલુ વર્ષે રાજ્યોને 22,184 કરોડ રૂપિયા એસડીઆરએફમાં આપવામાં આવ્યા છે. જેનો એક મોટો હિસ્સો કોરોનાથી લડવામાં ખર્ચ થઈ રહ્યો છે.કેન્દ્રએ 1.75 લાખ કરોડનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ જાહેર કર્યુ છે જેમાંથી ગરીબોને ફ્રી રાશન ઉપરાંત વૃદ્ધ, દિવ્યાંગ, અસમર્થ મહિલાઓના ખાતામાં સીધા પૈસા જમા કરાવવા, 22.12 લાખ ફ્રન્ટલાઇન કોરોના વર્કર્સને 50 લાખ રૂપિયાનું વિમા કવર આપવું જેવી વાતો સામેલ છે. હાલ કેન્દ્ર અને રાજ્યોને ઓછી રેવન્યૂં મળી રહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch