Mon,18 November 2024,6:19 am
Print
header

સરકારે કોરોના સંક્રમણ વધતા લીધો વધુ એક નિર્ણય, સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ

ગાધીનગરઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેને રોકવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે.રૂપાણી સરકારે ગુજરાતની તમામ સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે.10 એપ્રિલ સુધી સ્કૂલો અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રહેશે. તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે.ઉપરાંત આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતમાં મહાનગરોમાં 10 એપ્રિલ સુધી તમામ શાળા કૉલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીનગર જૂનાગઢ અને ભાવનગરમાં 10 એપ્રિલ સુધી સ્કૂલો બંધ રહેશે. આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીમાં સંક્રમણનો ભય ન રહે.જો કે હાલની સ્થિતિને ધ્યાનમાં લઇને શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમયે કેટલાક નવા નિયમો પણ અમલમાં લાવવામાં આવી શકે છે.

નોંધનીય છે કે ​​​​​​​​​​​​​​રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કોરોનાની સ્થિતિને લઇને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો છે. રાત્રિ કર્ફ્યુ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch