Sat,16 November 2024,7:30 pm
Print
header

IMAના સરકારને સૂચનો, સ્કૂલો ફરીથી ઓનલાઈન કરો, રાજકીય-ધાર્મિક મેળાવડા બંધ કરો- Gujarat post

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાની સાથે ઓમિક્રોનનો પણ ખતરો છે. રાજ્યની અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. જેને પગલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્ય સરકારને ચેતવણીની ભાષામાં કેટલાક સૂચનો કર્યાં છે. રાજ્યોમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણો લાવવાની ભલામણ કરી છે. તેની સાથે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જનતાને પણ અપીલ કરતા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા કહ્યું છે. IMAએ હાલ બાળકોમાં ચાલી રહેલા રસીકરણની સાથે જે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જઈ રહ્યાં તેઓને રસી આપવામાં આવે, સાથે જ  સ્થિતિ અને સંજોગો જોતા શાળામાં શૈક્ષણિક કાર્ય ફરીથી ઓનલાઇન કરવા ચેતવણી અપાઇ છે.

ઈન્ડીયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચે રાજ્ય સરકારને વર્તમાન કોવિડની સ્થિતિને જોતા કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કર્યાં છે. વિદેશથી આવનારા તમામ પ્રવાસીઓ માટે કોવિડ ટેસ્ટ બાદ પ્રવેશ અને તેમના માટે ક્વોરન્ટીન પોલિસી તૈયાર કરવામાં માટે માંગ કરી છે. એટલું જ નહીં, રાજ્યમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણો લાવવા જોઇએ. ઉપરાંત ભેગા થવાના મામલે કોઈ સ્થાન પર ક્ષમતાના 25 ટકા લોકોને જ પ્રવેશ આપવામાં આવે. તેની સાથે હોટેલ, રેસ્ટોરન્ટ, જીમ, સિનેમાની ક્ષમતાના 50% કેપેસિટી સાથે અને રમત ગમતના કાર્યક્રમો 35 ટકા કેપિસિટી સાથે યોજાય તે માટે સલાહ આપી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch