Sun,17 November 2024,4:01 pm
Print
header

ગુજરાતમાં આગામી મહિનાથી શરૂ થશે વધુ એક રો રો ફેરી, જાણો વધુ વિગતો

રાજકોટઃ ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ મુંદ્રા અને વાડીનાર વચ્ચે આગામી મહિનાથી ગુજરાતની બીજી રો રો ફેરી સર્વિસ શરૂ થશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે 53 કિ.મીના દરિયાઈ માર્ગથી મોરબીના સિરામિક, જામનગરના બ્રાસ અને રાજકોટના એન્જિનિયિંગ ગુડ્સ ઉદ્યોગને ફાયદો થશે.

સૂત્રોએ જણાવ્યું કે, કાર્ગો વેસેલનું સંચાલન અદાણી ગ્રુપ કરશે. આ માટે તેને જરૂરી મંજૂરી પણ મળી ગઈ છે. અદાણી પ્રાઇવેટ ફેરી ઓપરેટર સાથે સંયુક્ત સાહસમાં કાર્ગો વેસલનું સંચાલન કરશે. દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન એસ કે મહેતાએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું અમને મોટાભાગની તમામ મંજૂરી મળી ગઈ છે. એક મંજૂરી બાકી છે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ તરફથી 10 દિવસમાં મંજૂરી મળી જાય તેવી શક્યતા છે. આગામી મહિનાથી અમે સર્વિસ શરૂ થવાની અપેક્ષા રાખીએ છીએ. રો રો ફેરી સર્વિસ શરૂ થવાથી જામનગર, રાજકોટ અને મુંદ્રાનું અંતર ઘટી જશે. ઉપરાંત રોડ પરનો ટ્રાફિક ઘટશે તથા વાહનના પ્રદૂષણમાં પણ ઘટાડો થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch