સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાં
એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી.પી અગ્રવાલે આપ્યો ચૂકાદો
ભત્રીજાએ પણ કાકી પર ગુજાર્યો હતો બળાત્કાર
ખેડાઃ કપડવંજ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. નિરમાલી પાસે મહિલા પર થયેલા ગેંગરેપ અને હત્યાના કેસમાં આ ચૂકાદો આવ્યો છે. 2018 ના વર્ષમાં પરણિત મહિલા પર 3 શખ્સોએ ગેંગરેપ ગુજારીને મહિલાની હત્યા કરી નાખી હતી. કપડવંજ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કરીને મહિલાના પરિવારને ન્યાય અપાવ્યો છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી.પી અગ્રવાલે ચૂકાદો આપ્યો છે.
આ આરોપીને ફાંસીની સજા અપાઇ
ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક
જયંતિ બબા વાદી
લાલો ઉર્ફે કંકુડીયો વાદી
સામૂહિક બળાત્કાર અને હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકાવામાં આવી છે.આ ઘટના 28 ઓક્ટોબર, 2018માં બની હતી. કપડવંજના નિરમાલી ગામ નજીક આ બનાવ બન્યો હતો. કપડવંજ તાલુકાના મોટીઝેર પાસેથી મહિલાનું અપહરણ કરીને નિરમાલી પાસે સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરાઈ હતી. મહિલાની નગ્ન હાલતમાં લાશને એક ખેતરમાં નાંખી દેવામાં આવી હતી.સાથે જ ઘટનાના પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. કપડવંજ સેશન્સ કોર્ટે આરોપી ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, બાબા ઉર્ફે કંકુડીયો રમેશ વાદી અને જયંતિ બબાભાઈ વાદીને ફાંસીની સજા સંભળાવી છે.
યુવતીનું અપહરણ કરી નિરમાલી સીમમાં સામૂહિક બળાત્કાર કરીને તેની હત્યા કરાઈ હતી
મહિલાની નગ્ન હાલતમાં લાશને એક ખેતરમાં નાંખી દેવામાં આવી હતી
શું બનાવ બન્યો હતો ?
નિરમાલી ગામે કિરણ દેવીપુજકની બહેનના લગ્ન મોટીઝેરના મુકેશ દેવીપૂજક સાથે થયા હતા.લગ્ન બાદ તેમને સંતાનમાં ત્રણ બાળકો હતા, પરિણીતાને પોતાના ભત્રીજા ગોપી ઉર્ફે લાલા દેવીપુજક સાથે પણ પ્રેમસબંધ બંધાયો હતો. 28 ઓક્ટોબરના રોજ મુકેશભાઈ મજૂરીકામથી બહાર ગયા હતા. તે બાદ પરિણીતા સાંજના સમયે પોતાના પિયર નીરમાલી જવા નીકળ્યાં હતા.તે વખતે મોટીઝેર નજીક તેમની એકલતાનો લાભ લઈ કપડવંજ તાલુકાના શિહોરા ગામના જયંતિ બબા વાદી તથા લાલા રમેશ વાદીએ પોતાની બાઈક પર બળજબરીથી બેસાડી મહિલાનું અપહરણ કર્યું હતું. દિવેલાના ખેતરમાં લઈ જઈને બંને ઈસમોએ તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે ગોપી ઉર્ફે ભલો આ ઘટના જોઈ ગયો હતો.બાદમાં તેને પણ બળાત્કાર કર્યો હતો અને ત્રણેય શખ્સોએ મહિલાના ગળા પર પગ મુકી તેને મારી નાંખી હતી. પુરાવાનો નાશ કરવા લાશને નગ્ન હાલતમાં ફેંકી દીધી હતી. બાદમાં ત્રણેય આરોપીને પોલીસે પકડી લીધા હતા.પૂછપરછ કરતાં તેઓએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો.હવે આ કેસમાં કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
ACB એ નાયબ મામલતદારને આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, અન્ય આરોપી પણ પકડાયો | 2024-11-13 18:27:36