Mon,18 November 2024,3:53 am
Print
header

એસ.જી બિઝનેસ હબમાંથી ઝડપાયું નકલી કોલ સેન્ટર, શેરબજારમાં ઉંચા વળતરના નામે થતી હતી છેતરપિંડી

અમદાવાદઃ સાઇબર ક્રાઇમે શહેરના એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક આવેલા એસજી હબમાંથી બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. અહીં શાહ ટ્રેડર્સના નામે ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતુ હતુ જેમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરીને શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા.

અહીં ઓફિસ ભાડે રાખીને બોગસ કોલ સેન્ટર ચલાવવામાં આવતુ હતુ અને ફોન કરીને નાગરિકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

શહેરના નવરંગપુરામાં રહેતા જગદીશભાઇ પટેલ નામના સિનિયર સીટીઝનને સપ્ટેમ્બર 2020મા શેરબજાર ટ્રેડીંગમાં ઉચ્ચ વળતરનો એસએમએસ આવ્યો હતો. જેથી  જગદીશભાઇ ફોન કરતા ઉંમગ તિવારી નામના યુવકે પોતાની ઓળખ શાહ ટ્રેડર્સના મેનેજર તરીકે આપી હતી.તેણે શેર બજારમાં  ઉચ્ચ વળતર માટે રોકાણની લાલચ આપી હતી. જગદીશભાઇને દરરોજ રુપિયા 35 હજારનો પ્રોફિટ મળશે, તેમ કહેતા વિશ્વાસ આવ્યો હતો. તેમણે રુપિયા 3.90 લાખ ચુકવીને રોકાણ માટેના બે પ્લાન લીધા હતા.પણ બે થી ત્રણ મહિનામાં શેરબજારમાં ખોટ જતા તેમણે પોતાના નાણાં પરત માંગ્યા હતા સામે ફોન કરતા તેમને સંતોષકારક જવાબ મળતા નહોતા. જેથી તેમને છેતરપિંડીની શંકા જતા  સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, બાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ચૌધરી અને તેમની ટીમ દ્વારા ટેકનીકલ બાબતોની તપાસ કરતા ફોન કરનારનું લોકેશન ગોતા વિસ્તારનું મળ્યું હતું.

ખાનગી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કોલ સેન્ટર ગોતા બ્રીજ પાસેના એસ જી બિઝનેસ હબમાં બી બ્લોકના ત્રીજા માળે ચાલે છે ત્યાંથી જ સમગ્ર સ્કેમ ચલાવાતું હતુ. બાદમાં પોલીસે દરોડા પાડીને કરણસિંહ જાડેજા (રહે. શાહીબાગ), વિવેક પટેલ રહે(સર્જન ટાવર) ગોતા સહિત છ લોકોને ઝડપી લીધા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch