Fri,15 November 2024,6:02 pm
Print
header

ગુજરાત ATSને મોટી સફળતા, GST નું કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારો સોહિલ અબ્દુલ કાદર પીરવાણી ઝડપાઇ ગયો- Gujarat Post

અમદાવાદઃ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જીએસટી બોગસ બિલિંગના કૌભાંડી આરોપીને ઝડપીને સ્ટેટ જીએસટી વિભાગને સોંપી દીધો છે. ભાવનગરના કૌભાંડી સોહિલ અબ્દુલ કાદર પીરવાણીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ ભાવનગરથી આ મોટું કૌભાંડ આચર્યું હતુ, અંદાજે 6.50 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડની તપાસ બાદ તેની ધરપકડ કરાઇ છે.

ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી

સ્ટેટ GST વિભાગ કરશે ઉંડી તપાસ

આ કૌભાંડમાં અન્ય કૌભાંડીઓની સંડોવણીની શક્યતા 

સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો લગાવ્યો ચૂનો 

વર્ષ 2021 માં સ્ટેટ જીએસટી વિભાગની ટીમને આ કૌભાંડની માહિતી મળ્યાં પછી અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ, જેમાં અનેક એવા પુરાવા હાથ લાગ્યા હતા, જેની ઉંડી તપાસ કરતા સામે આવ્યું કે આરોપીએ માત્ર કાગળ પર જ ધંધો કર્યો હતો અને બોગસ ડોક્યુમેન્ટ બનાવીને આઇટીસી પાસઓન કરી લીધી હતી. આરોપીએ સામાન્ય લોકોનાંં ડોક્યુમેન્ટ લઇને તેના પર બોગસ પેઢીઓ બનાવી હતી, જેને આધારે બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યાં હતા

ગુજરાત એટીએસે આરોપીની ધરપકડ કરીને સ્ટેટ જીએસટી વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. સોહિલ ઘણા સમયથી સરકારી ચોપડે વોન્ટેડ હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી, હવે તે ઝડપાઇ ગયો છે, તેની પૂછપરછમાં અન્ય આરોપીઓના નામો પણ બહાર આવી શકે છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch