Sat,16 November 2024,1:51 pm
Print
header

આ તારીખથી શક્તિપીઠ બહુચરાજી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે- Gujarat post

સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ભક્તોને મળશે પ્રવેશ

મહેસાણાઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) નું સંક્રમણ વધવાને કારણે મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યાં હતા. પરંતુ હવે કોરોના સંક્રમણ ઘટતા મંદિરો ફરીથી ખોલવામાં આવી આવી રહ્યાં છે. શક્તિપીઠ બહુચરાજી મંદિર આવતીકાલથી એટલે કે 1 ફેબ્રુઆરી થી દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ભક્તોને પ્રવેશ મળશે. મંદિરમાં દર્શનનો સમય અને ચૌલક્રિયા માટે જરૂરી નિર્દેશન જાહેર કરાશે.

એક ફેબ્રુઆરીથી શક્તિપીઠ બહુચરાજી મંદિર ભક્તો માટે ખોલી નાંખવામાં આવશે. ભક્તો આવતીકાલથી બહુચરાજી મંદિરમાં માતાજીના દર્શન કરી શકશે. સવારે 7 થી સાંજે 6:45 સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. સવારની તેમજ સાંજની આરતીમાં ભક્તોને  પ્રવેશ નહીં મળે.ભક્તોએ મંદિરમાં પ્રવેશ માટે સોશિયલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.માસ્ક વિના ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. યાત્રાાધામ બહુચરાજી(bahucharaji) અને શંખલપુર સ્થિત બહુચર માતાજીના મંદિરો મંગળવારથી દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે. રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝિગની વ્યવસ્થા સાથે  ખુલ્લા મુકવામાં આવનારા મંદિરમાં શ્રદ્ધાળુ માત્ર દર્શનનો લાભ લઇ શકશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch