પાટીદાર નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે પ્રહાર
પાટીદાર નેતાઓ પહેલાથી જ શંકરસિંહની કાઢી રહ્યાં છે ઝાટકણી
અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ કોઈ નવા સમીકરણો રચાય છે અને મોટો રાજકીય ભૂકંપ આવે છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નામ પહેલા લેવાય છે. છેલ્લા છ દાયકાથી સાર્વજનિક જીવનમાં સક્રિય રહેલા ‘બાપુ’ આજે પણ એ જ આક્રમકતા અને ધારદાર તેવર સાથે રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યાં છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે જ્યારે ગટર કે શૌચાલયની વ્યવસ્થા ન હતી, ત્યારે વાલ્મીકિ સમાજના ભાઈ-બહેનો કોઈ પણ સુરક્ષા વગર પોતાના માથે ગંદકી ઉપાડતા હતા. એ સ્તનપાન કરાવતી માતાઓની પીડા અને નરક જેવું જીવન સમગ્ર હિન્દુ સમાજ પર કલંક છે. કોઈને મંદિરમાં ન જવા દેવા કે પાણી ન પીવા દેવું- એ માણસ છે કે ઢોર ? તેનો જવાબ આપો.
સવર્ણ સમાજના વિરોધ અંગે પૂછાયેલા પ્રશ્ન પર તેમણે આગવા અંદાજમાં કહ્યું કે, બંધ બેસતી પાઘડી જેને પહેરવી હોય તે પહેરી લે, આ સાથે તેમણે ઉમેર્યું કે સરકારી દાવાઓ ગમે તે હોય, આજે પણ ગટરમાં માણસો જીવ ગુમાવી રહ્યાં છે, જે ગંભીર વાસ્તવિકતા છે.

















