Fri,15 November 2024,11:52 pm
Print
header

ઉદ્યોગપતિ પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે નિધન, ગુજરાતી પારસી પરિવારમાં થયો હતો જન્મ- Gujarat Post

બિઝનેસ એન્જિનયરીંગ, કંસ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસેટેટમાં ફેલાયેલો છે તેમનો કારોબાર

2016માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યાં હતા

ગુજરાતમાં પણ છે તેમની કંપનીઓ

નવી દિલ્હીઃ શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે નિધન થયું છે. તેમનો જન્મ ગુજરાતના પારસી પરિવારમાં થયો હતો. શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જિનયરીંગ, કંસ્ટ્રક્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસેટેલ્ટ સહિત વિવિધ ક્ષેત્રોમાં ફેલાયો છે. આ ગ્રુપમાં અંદાજીત 50 હજાર લોકો કાર્યરત છે. કંપનીનો બિઝનેસ 50 દેશોમાં ફેલાયો છે. તેમના પુત્ર સાયરસ મિસ્ત્રીને એક વખતે ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યાં હતા, પરંતુ વિવાદ પછી તેમને રાજીનામું આપવું પડ્યું હતું. શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ ગ્રુપ છેલ્લા 150 વર્ષથી કાર્યરત છે. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં થયો હતો. તેઓ સૌથી ધનિક આયરિશ છે. બ્લૂમબર્ગ બિલિનેયર ઈન્ડેક્ષ અનુસાર તેમની કુલ સંપતિ 28.9 બિલિયન ડોલર છે. તેઓ વિશ્વના 41માં સૌથી ધનિક વ્યક્તિ હતા. ભારત ઉપરાંત શાપૂરજી પલોનજી ગ્રુપનો બિઝનેસ એશિયાના અન્ય દેશોથી આફ્રિકા સુધી ફેલાયેલો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch