Sun,17 November 2024,7:06 am
Print
header

નવરાત્રિમાં આ વખતે શેરી ગરબા આયોજકોને મળ્યા સ્પોન્સર

અમદાવાદઃ આદ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રિનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે. આ વખતે પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નથી. તેને સ્થાને શેરી ગરબાને અને તેમાં પણ માત્ર 400 લોકોની મર્યાદામાં જ મંજૂરી આપવામાં આવી છે.

સામાન્ય રીતે વિવિધ સ્પોન્સર મોટા ભાગે પાર્ટી પ્લોટના ગરબામાં જ થતાં હોય છે, પરંતુ આ વખતે ટ્રેન્ડ બદલાયો હોવાથી ઘણી સોસાયટીમાં સ્પોન્સર મળ્યાં છે. આ સ્પોન્સરમાં બેંક, રિયલ એસ્ટેટ, જ્વેલર્સ મોખરે છે. આ અંગે કાવ્યા રેસિડેન્સીના પ્રેસિડેન્ટના જણાવ્યાં મુજબ અમારી રેસિડેન્સીને ચાર સ્પોન્સર મળ્યાં છે. આ વખતે અમારી રેસિડેન્સીમાં સભ્યો અહીં જ ગરબે રમવાના હોવાથી તેમને પણ પાર્ટી પ્લોટ જેવો અનુભવ થાય તે માટે પૂરતી તૈયારી કરી છે.

અમદાવાદ સહિત રાજ્યમાં આ વખતે ઘણી સોસાયટી, રેસિડેન્સીમાં સ્પોન્સર મળ્યાં છે. જેને કારણે તેમનો મોટાભાગનો ખર્ચ નીકળી જશે. ક્રિષ્ના એપાર્ટમેન્ટના ચેરમેન મીત ભગતના કહેવા મુજબ, દર વર્ષે અમારા એપાર્ટમેન્ટના ગરબા જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ આ વખતે સરકારની ગાઇડલાઇન મુજબ જ ગરબા કરવાના હોવાથી બહારના અન્ય લોકોને આવવા દેવામાં નહીં આવે. અમને પણ આ વખતે જ્વેલર્સ, ફાસ્ટ ફૂડના સ્પોરન્સર મળ્યાં હોવાથી લગભગ 60 ટકા ખર્ચ નીકળી જવાનો અંદાજ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch