- આરોપી મોડેલ શ્રદ્ધા દુબે અંગે નવો ખુલાસો થયો
- અખિલેશ યાદવે યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા
નાગપુરઃ વેપારી શિવા શર્માના મોતના કેસમાં ફરાર મોડેલ શ્રદ્ધા દુબેની નાગપુરથી ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા શ્રદ્ધાની સાથે તેની બહેન અને ડ્રાઈવર દાનિશની અટકાયત કરવામાં આવી છે. શ્રદ્ધા દુબેની ધરપકડ બાદ શિવા શર્મા કેસમાં આગળની તપાસ અને પૂછપરછ હાથ ધરાશે.
વેપારી શિવા શર્માના મોત મામલે રૂ. 50 હજારની ઈનામી આરોપી મોડેલ શ્રદ્ધા દુબે અંગે નવો ખુલાસો સામે આવ્યો છે. મીડિયા અહેવાલો મુજબ, શ્રદ્ધા આગ્રાના તાજ નગરી ફેઝ-1 સ્થિત ઓમ પેલેસ હોટેલમાં આશરે 24 કલાક સુધી રોકાઈ હતી. હોટેલ સંબંધિત સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.અહેવાલ અનુસાર, 17 ઓક્ટોબરની સવારે 6:33 વાગ્યે શ્રદ્ધા સાથે સંકળાયેલી હોવાનું જણાવાતી એક ગાડી ઓમ પેલેસ હોટેલ પહોંચી હતી. તેના લગભગ 20 મીનિટ બાદ શ્રદ્ધા હોટેલમાં પ્રવેશી હતી. તે ગાડીનો નંબર UP 32- RT 8043 હતો.
લખનઉના વેપારી શિવા શર્માના મોતના કેસમાં આરોપી મોડેલ શ્રદ્ધા દુબેને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશ યાદવે કહ્યું હતું કે આ કોઈ સામાન્ય કેસ નથી. આ કેસ યોગી સરકારને ડૂબાડી દેશે. માનવામાં આવી રહ્યું છે કે અખિલેશ યાદવનો ઈશારો શ્રદ્ધાના હાઈપ્રોફાઈલ સંપર્કો તરફ હતો, જેમાં ઘણા જાણીતા અને વગદાર લોકો સામેલ છે.













