Sun,17 November 2024,2:50 am
Print
header

પેટાચૂંટણીના પરિણામ બાદ મોદી- શાહ આ બે રાજ્યોના CMની રૂપાણી જેવી હાલત કરશે ?

(File Photo)

નવી દિલ્હીઃ 30 ઓક્ટોબરે 29 વિધાનસભા અને 3 લોકસભાની યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. આ પરિણામ ભાજપ શાસિત બે રાજ્યોના મુખ્યમંત્રીઓ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર અને કર્ણાટકના સીએમ બસવરાજ એસ બોમ્મઈ માટે પરિણામ ચિંતા વધારનારા છે.ભાજપે છેલ્લા છ મહિનામાં ચાર રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પા, ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત અને તીરથ સિંહ રાવતને ભાજપે બદલ્યાં છે.

હિમાચલમાં ભાજપની ભૂંડી હાર થઈ છે. ત્રણ  વિધાનસભા સીટ અને એક લોકસભા સીટ કોંગ્રેસે જીતી છે. હિમાચલના સીએમ જયરામ ઠાકુરે હાર સ્વીકારીને કહ્યું કે પાર્ટી તેમાંથી બોધપાઠ લેશે. મંડી લોકસભા સીટ પર કોંગ્રેસની જીતનું કારણ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહને મેદાનમાં ઉતારવાનું જણાવ્યું હતું.પાર્ટી કાર્યકર્તાઓને પરિણામથી નિરાશ ન થવાની અપીલ કરતાં તેમણે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી જવા હાંકલ કરી હતી.

કર્ણાટકમાં ભાજપના મોવડી મંડળે લાંબા વિચાર વિમર્શ બાદ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદેથી રવાના કર્યાં હતા.જે બાદ બોમ્મઈને નવા સીએમ બનાવાયા હતા.તેમણે ચૂંટણીમાં દમદાર પ્રચાર કર્યો હતો. તેમ છતાં હાર થઈ હતી. હાર બાદ તેમણે ટ્વીટ કરીને લખ્યું, લોકતંત્રમાં હાર માન્ય છે. પેટા ચૂંટણી લિંગાયત નેતાની પહેલી પરીક્ષા હતા. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનારી છે, ભાજપે પોતાની નિષ્ફળતાની આલોચનાથી બચવા આખી કેબિનેટ જ બદલીને વિજય રૂપાણીને ઘર ભેગા કરી નાખ્યાં છે ત્યારે આ બંને રાજ્યોમાં પણ મોદી-શાહની જોડી કોઇ મોટી ઉથલપાથલ કરે તો નવાઇ નહીં.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch