Fri,15 November 2024,6:30 pm
Print
header

શ્રદ્ધા હત્યા કેસ, આ વાતને લઈને શ્રદ્ધા અને આફતાબ વચ્ચે થયો હતો ઝઘડો- Gujarat Post News

નવી દિલ્હીઃ શ્રદ્ધા હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. શ્રદ્ધાના હત્યારા આફતાબે પોલીસ સામે હત્યા સાથે જોડાયેલા અનેક રહસ્ય ખોલ્યાં છે. આ સમગ્ર કેસમાં પોલીસ પુરાવા એકઠા કરી રહી છે. પોલીસ આફતાબને મૈહરોલીના જંગલમાં લઈ ગઇ હતી, જ્યા તેને શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યાં હતા. છતરપુર વિસ્તારના સીસીટીવીની પણ તપાસ થઇ રહી છે, આ હત્યા 6 મહિના પહેલા થઇ હતી, જેથી પોલીસ 6 મહિનાનો રેકોર્ડ સ્કેન કરવાનો પ્રયાસ કરી રહી છે. 

કેટલાંક કેમેરામાં આફતાબ પોતાના ઘર તરફ જતો જોવા મળી રહ્યો છે. આ તાજેતરના સીસીટીવી ફૂટેજ છે. આ ફૂટેજને આધારે પોલીસએ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તે આજકાલ કોને મળી રહ્યો હતો. આફતાબે ગુરુગ્રામના એક કોલ સેન્ટરમાં છેલ્લું કામ કર્યું હતું, જ્યાં 7 દિવસ સુધી ગેરહાજર રહેવાને કારણે તેને ટર્મિનેટ કરવામાં આવ્યો હતો.બીજી તરફ આફતાબનો પરિવાર પોલીસને જાણ કર્યાં વગર જ બીજે શિફ્ટ થઇ ગયો છે. 

શ્રદ્ધાના પિતાના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેથી શરીરના ભાગ અને લોહીના નમૂનાને આગળ મેચ કરી શકાય. પોલીસે જંગલમાંથી 13 જેટલા હાડકાં મળી આવ્યાં છે.જે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે, જે બતાવશે કે તે શ્રદ્ધાના હાડકાં છે કે કોઈ પ્રાણીના.

શ્રદ્ધા અને આફતાબે બ્રેકઅપની યોજના બનાવી હતી

આફતાબે પૂછપરછમાં જણાવ્યું છે કે શ્રદ્ધા સાથે તેના અનેક વાર ઝઘડા થયા હતા, પરંતુ આ વખતે તેને ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા કરી નાખી હતી. આફતાબ અને શ્રદ્ધા ત્રણ વર્ષથી ઝઘડી રહ્યાં હતા. ઘણી વખત તેમણે બ્રેકઅપ કરવાની યોજના બનાવી હતી. એક વખત તેનું બ્રેકઅપ થઇ ગયું હતું. ગત 18 મેના રોજ ઘરવખરીનો સામાન લેવા બાબતે બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો.તેઓ એકબીજાને કહેતા હતા કે ઘરખર્ચ અને સામાન કોણ લાવશે. આ વાત પર તેને ખૂબ ગુસ્સો આવ્યો હતો અને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. જો કે આ વાત સાચી છે કે નહીં તે તપાસનો વિષય છે. 

આફતાબ અને શ્રદ્ધા વચ્ચે 18 મેની સાંજે ઝઘડો થયો હતો અને રાત્રે 8 થી 10 ના સમયગાળામાં તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. તેણે શ્રદ્ધાના મૃતદેહને આખી રાત રૂમમાં રાખ્યો હતો. બીજા દિવસે છરી અને ફ્રીઝ ખરીદવા ગયો હતો. આફતાબને સજા આપવા માટે પોલીસ માટે હજુ ઘણું કામ બાકી છે. હથિયાર મળી આવ્યું નથી. શ્રદ્ધાનો મોબાઈલ મળ્યો નથી. શ્રદ્ધાનું માથું રિકવર નથી થયું. હત્યાના દિવસે પહેરેલા આફતાબ અને શ્રદ્ધાના કપડાં મળ્યા નથી. આ કપડાંને કચરાથી ચાલતા વાહનમાં ફેંકી દેવામાં આવ્યાં હતા. જે મળવા મુશ્કેલ છેે, હવે આ તમામ મામલે પોલીસે તપાસ તેજ બનાવી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch