વી દિલ્હીઃ IGI એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બેંગકોકથી કિંમતી પથ્થરો અને દાગીનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ અધિકારીઓએ સ્પોટ પ્રોફાઇલિંગને આધારે ભારતીય મુસાફરની ધરપકડ કરી હતી. મુસાફર 3 ઓક્ટોબરના રોજ બેંગકોકથી ફ્લાઇટ AI2303 પર દિલ્હીના ટર્મિનલ 3 પર પહોંચ્યો હતો.
પથ્થરો અને દાગીનાની કિંમત જાણો
મુસાફરના સામાનની તપાસ કરતાં, 3,200 કિંમતી પથ્થરો અને દાગીના મળી આવ્યાં હતા. તેમની કિંમત આશરે રૂ.11,54,600 હોવાનો અંદાજ છે. પૂછપરછ દરમિયાન, મુસાફરે સ્વીકાર્યું કે તે આ વસ્તુઓ બેંગકોકથી દિલ્હી લાવ્યો હતો.
45 કેરેટનો કટ-એન્ડ-પોલિશ્ડ નીલમણિ મળી આવ્યો હતો













