Fri,15 November 2024,2:26 pm
Print
header

અમેરિકામાં બરફના તોફાનની તબાહીથી 18 લોકોનાં મોત, 20 લાખ ઘરોમાં વીજળી ગુલ

વોશિંગ્ટનઃ અમેરિકામાં બરફના તોફાનને કારણે બનેલી વિવિધ ઘટનાઓમાં 18 લોકોના મોત થઇ ગયા છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં હિમવર્ષાની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. વીજળી ગુલ થવાને કારણે લગભગ 20 લાખ ઘરો પ્રભાવિત થયા છે. બોમ્બ ચક્રવાતને કારણે 5,200 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે, જેને કારણે ક્રિસમસની રજાઓ પર જતા હજારો લોકો નિરાશ થયા છે. બહાર લોહીથી થીજવી દે તેવી ઠંડી હોવાને કારણે લોકોને પોતાના ઘરમાં જ રહેવું પડે છે. ન્યૂયોર્ક સહિત ઘણા મોટા શહેરોમાં તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે.

કેનેડાની સરહદ નજીક આવેલા મોન્ટાનાના હાવરેમાં તાપમાન માઈનસ 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિમવર્ષા અને તોફાનને કારણે રેલ અને માર્ગ પરિવહન સેવા ખોરવાઈ ગઈ છે. 20 કરોડ લોકો એટલે કે દેશની લગભગ 60 ટકા વસ્તી હાડ કંપાવતી ઠંડીનો સામનો કરી રહી છે. નેશનલ વેધર સર્વિસે પણ આગામી દિવસો માટે અમેરિકામાં વાવાઝોડા રેડ એલર્ટ જાહેર કર્યું છે. દેશની એનર્જી સિસ્ટમ પડી ભાંગી છે.વાવાઝોડાથી ટ્રાન્સમિશન લાઈનોને નુકસાન થયું છે, 20 લાખથી વધુ ઘરોમાં વીજળી ડૂલ છે, ચાયન સિટીમાં માત્ર અડધા કલાકમાં જ પારો ગગડીને -40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ શહેર વ્યોમિંગ રાજ્યમાં આવે છે. 

બોમ્બ ચક્રવાત ખૂબ જ ખતરનાક 

આ ચક્રવાત બરફના તોફાનથી લઈને જોરદાર વાવાઝોડા અને ભારે વરસાદ સુધીના હોય છે. ઠંડી હવા ગરમ હવા સાથે અથડાય ત્યારે આ ચક્રવાત પેદા થાય છે.આ પ્રક્રિયાને બેમ્બોજિનેસિસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ઠંડી દરમિયાન બોમ્બ ચક્રવાત જોવા મળે છે, કારણ કે આવા ચક્રવાત ઠંડી અને ગરમ હવાના જોડાણને કારણે રચાય છે. બોમ્બ ચક્રવાત ઉત્તર પશ્ચિમ એટલાન્ટિક, ઉત્તર પશ્ચિમ પેસિફિક અને કેટલીકવાર ભૂમધ્ય સમુદ્ર પર રચાય છે. નેશનલ વેધર સર્વિસના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, ગ્રેટ લેક્સ ક્ષેત્રમાં આર્કટિકની ઠંડી હવા પૂર્વ તરફ ખૂબ જ ગરમ હવા સાથે મળી ત્યારે આ બોમ્બ ચક્રવાત બની જાય છે.

બફેલો અને ન્યૂયોર્કમાં પણ ઇમરજન્સી સેવાઓ ઠપ થઇ ગઇ છે શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યાં છે. તોફાનને કારણે અકસ્માત થયા છે, ઝાડ પડી ગયા છે અનેક મકાનોને નુકસાન થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે મહેરબાની કરીને આ તોફાનને ખૂબ ગંભીરતાથી લો. આવા હવામાને કારણે લોકોની ક્રિસમસની રજાઓ બરબાદ થઈ ગઈ છે. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch