Sun,17 November 2024,1:18 pm
Print
header

વડોદરાઃ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી થયા અક્ષરધામ નિવાસી

લાખો હરિભક્તો શોકની લાગણીમાં, અંતિમ દર્શને ઉમટ્યાં ભક્તો 

વડોદરાઃ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી અક્ષરધામ નિવાસી થયા છે. 88 વર્ષીય હરિપ્રસાદ સ્વામીજી ભાઈલાલ અમીન હોસ્પિટલમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સારવાર હેઠળ હતા. ગઈકાલે રાત્રે 11 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના નિધનથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતો અને હરિભક્તોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો, તેઓ BAPS સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરૂભાઈ હતાં. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટ્ય દિન ભક્તોએ ઉજવાયો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતાં. હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો છે.મંગળવાર 27 જુલાઈથી શનિવાર 31 જુલાઈ સુધી તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવાર 1 ઓગસ્ટના રોજ તેમની અંતિમ સંસ્કારવિધી થશે. આ ત્રણ દિવસ દરમિયાન દેશવિદેશના ભક્તો અંતિમ દર્શન માટે આવશે. આજથી જ સ્થાનિક ભક્તો તેમના દર્શને આવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch