Mon,18 November 2024,11:05 am
Print
header

હૃદયકંપી ઉઠે તેવી ઘટના, 10 વર્ષના દિકરાએ એવું તે શું કર્યું કે પિતાએ જીવતો સળગાવી દીધો

હૈદરાબાદઃ હૃદયકંપાવી દે તેવી ઘટના સામે આવી છે હૈદરાબાદમાં, જ્યાં 10 વર્ષના બાળકને તેના જ પિતાએ જીવતો સળગાવી દીધો હતો. બાળકે બીડી લાવવામાં વિલંબ કરતા ગુસ્સે ભરાયેલા નરાધમ પિતાએ તેને ઢોર માર માર્યો હતો, બાદમાં ટર્પેન્ટાઈન ઓઈલ છાંટીને આગ લગાડીને દીધી હતી. બાળકને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માસૂમનું મોટાભાગનું શરીર દાઝી ગયું છે.  

બાળકના પિતા આર.બાલુએ બીડીનું બંડલ લેવા પોતાના પુત્રને મોકલ્યો હતો પરંતુ તેને આવવામાં વિલંબ થયો હતો સાથે જ  અભ્યાસમાં પુત્રનો સારો દેખાવ નહીં હોવાથી પણ પિતા તેના પર પહેલાથી જ ગુસ્સે હતો, જેથી પોતાના સગા દિકરાને આગ ચાંપી દીધી હતી. બાળકને સ્થાનિક ગાંધી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે, તે 80 ટકાથી વધારે દાઝી ગયો છે અને શરીરના અંગો ગંભીર રીતે નુકસાન પામ્યા છે. બાળકે કહ્યું કે તેને પિતા બાલુ એ ખૂબ જ માર માર્યો અને તેને આગ લગાડી દીધી હતી. પિતાએ ગુનાની કબૂલાત કરી લીધી છે અને જણાવ્યું કે તેનો દિકરો લોકડાઉન સમયે ઓનલાઈન ક્લાસિસમાં અભ્યાસમાં ધ્યાન આપતો ન હતો અને ખૂબ જ તોફાની થઈ ગયો હતો જેથી ગુસ્સામાં આ પગલું ભરાઇ ગયું છે.

આગથી સળગતો બાળક બૂમો પાડવા લાગ્યો હતો, જેથી આજુ બાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પિતા સામે હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch