Thu,14 November 2024,10:53 pm
Print
header

દક્ષિણ આફ્રિકામાં ગેસ લીક ​​થવાથી 16 લોકોનાં મોત, મૃતકોમાં વધુ મહિલાઓ અને બાળકો

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેર નજીક બોક્સબર્ગમાં સિલિન્ડરમાંથી ઝેરી ગેસ લીક ​​થતાં 3 બાળકો અને 5 મહિલાઓ સહિત 16 લોકોનાં મોત થઇ ગયા છે. ઈમરજન્સી સર્વિસના જણાવ્યાં અનુસાર આ ઘટનામાં મૃત્યુઆંક 24થી વધુ હોવાનું કહેવાય છે. પોલીસ અને ઈમરજન્સી સેવાઓ દ્વારા નોંધાયેલા મૃત્યુઆંક વચ્ચે મોટો તફાવત છે. કેટલાક લોકોને પેરામેડિક્સની મદદથી બચાવી લેવામાં આવ્યાં છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.

સિલિન્ડરમાંથી ગેસ લીકેજને લઇને આ ઘટના બની

પોલીસે જણાવ્યું કે જોહાનિસબર્ગની પૂર્વ સરહદે બોક્સબર્ગ શહેરમાં એક ટાઉનશીપમાં આ અકસ્માત થયો હતો. ઈમરજન્સી સર્વિસના પ્રવક્તા વિલિયમ નાટલાડીએ જણાવ્યું કે એન્જેલો ટાઉનશીપમાં ઝૂંપડીમાં રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરમાંથી લીક થવાને કારણે આ અકસ્માત થયો હતો. બચાવ કાર્યકરો ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે, તપાસકર્તાઓ અને નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક માહિતી અનુસાર ગેસનો ઉપયોગ ગેરકાયદેસર ખાણકામ પ્રવૃત્તિઓના ભાગ રૂપે કરવામાં આવી રહ્યો હતો.

ઘાયલોમાં 4 લોકોની હાલત અત્યંત ગંભીર

ઘાયલોમાં 4 લોકોની હાલત અત્યંત ગંભીર છે જ્યારે 11ની હાલત સ્થિર છે. ઇમરજન્સી સેવાઓને રાત્રે 8 વાગ્યે ગેસ વિસ્ફોટ વિશે કોલ મળ્યો હતો, પરંતુ આગમન પર તેમને ખબર પડી કે તે 'ઝેરી ગેસ ધરાવતું 'સિલિન્ડર લીક હતું. જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકાનું વ્યાપારી કેન્દ્ર છે અને તેની આસપાસ મોટી સંખ્યામાં ખાણિયાઓ મુશ્કેલ અને જોખમી પરિસ્થિતિઓમાં કામ કરે છે. બોક્સબર્ગમાં જ ગયા વર્ષે નાતાલના આગલા દિવસે એલપીજી વહન કરતી ટ્રક પુલની નીચે ફસાઈ ગઈ હતી, વિસ્ફોટ થયો હતો ત્યારે 41 લોકોના મોત થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch