Sun,17 November 2024,4:19 pm
Print
header

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ આવે તેવી શક્યતા

રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશેઃ મનોરમા મોંહતે

આગામી 23 જુલાઈએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાતા ફરીથી ભારે વરસાદની આગાહી

આગામી 5 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદઃ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, 23મી જુલાઇ બાદ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાતા ફરીથી 24મી જુલાઇ બાદ ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ થી છ દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 24 જિલ્લાના 99 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.સૌથી વધુ 237 મીલીમીટર એટલે સાડા નવ ઇંચ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં નોંધાયો છે.વાપીમાં સવા નવ ઇંચ કામરેજ, બારડોલી, પલસાણામાં લગભગ આઠ- આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. મહુવા, વલસાડ, ડોલવણ અને જલાલપોરમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. વ્યારા,ગણદેવી, ધરમપુર, ખેરગામ ખાતે પાંચથી સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં વેગણિયા ખાડીના જળસ્તરમાં વધારો થયો છે. ખાડીમાં પાણીનું જળસ્તર વધતા લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘમહેરને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જામનગરમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતેએ જણાવ્યું કે રાજ્યમાં મેઘમહેર યથાવત રહેશે.ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ યથાવત રહેશે. સૌરાષ્ટ્રને બાદ કરતા અન્ય વિસ્તારોમાં મઘ્યમ વરસાદ રહેશે, અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. આગામી 23મી જુલાઇએ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાતા 24 જુલાઇથી ફરીથી ભારે વરસાદ થઇ શકે તેમ છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch