Mon,18 November 2024,6:06 am
Print
header

જાણો, કોરોનાના કેસ વધતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શું લેવાયો નિર્ણય ?

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 4 મેથી CBSEના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. 4 મેથી 10 જૂન સુધી પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષામાં 33% ઇન્ટરર્નલ ચોઈસના પ્રશ્નો હશે કોરોનાને કારણે વિદ્યાર્થીઓનો 30% અભ્યાસ ઘટાડી દેવામાં આવ્યો છે. કોરોના પ્રોટોકોલ અનુસાર વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રની અંદર પણ માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું પડશે. વિદ્યાર્થીઓએ સેનિટાઈઝર સાથે રાખવું પડશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્રમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને કેટલાક નિયમો બનાવ્યાં છે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર આવે એટલે પહેલા તેનું ટેમ્પરેચર માપવામાં આવશે અને વિદ્યાર્થીએ ફરજીયાત માસ્ક પહેરીને જ પરીક્ષા આપવાની રહેશે. એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવશે. પરીક્ષા આપવા આવેલા કોઈ વિદ્યાર્થીમાં શરદી, ખાંસી, ઉધરસ કે તાવ જેવા લક્ષણો દેખાશે તો તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે, વિદ્યાર્થીના શરીરનું ટેમ્પરેચર 99 કરતા વધારે આવે તો પણ તેને પરીક્ષા કેન્દ્ર પર બનાવામાં આવેલા અલગ રૂમમાં બેસાડવામાં આવશે. જેથી અન્ય વિદ્યાર્થી ઓ સુરક્ષિત રહે.

હવે બોર્ડની પરીક્ષાને લઇને પ્રસાશન અને શિક્ષણ વિભાગ સજ્જ છે. પરીક્ષા કેન્દ્ર પર રહેલા સુપરવાઈઝરોને પણ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરાવવાની કડક સુચના આપવામાં આવી છે. એક વર્ગખંડમાં નિરીક્ષકની જવાબદારી નિભાવતા શિક્ષકને અન્ય વર્ગખંડની જવાબદારી સોંપવામાં આવશે નહીં.પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનો સમય ન બગડે તે માટે 50 વિદ્યાર્થી દીઠ 1 થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર આ નિયમોનું પાલન કરવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રના એક રૂમમાં ફક્ત 12 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે દરેક કેન્દ્ર પર પ્રશ્નોના 3 સેટ આપવામાં આવશે. ધોરણ 10ના પેપરમાં 80 માર્કની થીયરી રહેશે 20 માર્કનું ઇન્ટરનલ મુલ્યાંકન રહેશે.4 મેના રોજ ધોરણ 12નું અંગ્રેજીનું પેપર હશે 6 મેના ધોરણ 10નું અંગ્રેજીનું પેપર લેવાશે. આ પરીક્ષાનું ટાઈમ ટેબલ cbse.gov.in મૂકવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch