Fri,15 November 2024,4:21 pm
Print
header

સ્ટેટ GST અને ગુજરાત ATS નું સંયુક્ત ઓપરેશન, 44 બોગસ પેઢીઓના 64 સ્થળે દરોડામાં કરોડોની ટેક્સ ચોરી ઝડપાઇ

અમદાવાદઃ છેલ્લા થોડા સમયથી સ્ટેટ જીએસટીની કામગીરી વખાણવા લાયક બની રહી છે, એક પછી એક મોટા ઓપરેશનમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી ઝડપી પાડવામાં આવી છે, હવે સ્ટેટ જીએસટી વિભાગ અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશનમાં 44 પેઢીઓના 64 ઠેકાણાંઓ પર દરોડા કર્યાં છે. જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી અને બોગસ બિલિંગનું મોટું કૌભાંડ ઝડપાયું છે. 

બોગસ બિલિંગ કરીને કરોડો રૂપિયાની વેરાશાખા લીધી

કૌભાંડીઓમાં મોટા માથાઓના નામ આવશે સામે 

કરોડો રૂપિયામાં પહોંચશે આ કૌભાંડનો આંકડો

અન્વેષણ વિભાગ અને ડેટા એનાલિસિસને આધારે આ સમગ્ર કૌભાંડ ઝડપાયું છે. જીએસટીના અધિકારીઓ અને એટીએસની ટીમે સંયુક્ત રીતે અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ગાંધીધામમાં આ ઓપરેશન પાર પાડ્યું છે. દરોડામાં બોગસ બિલિંગના કરોડો રૂપિયાના વ્યવહારો ઝડપી પાડવામાં આવ્યાં છે. ડિઝિટલ સામગ્રી અને ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યાં છે.

કૌભાંડીઓએ કેમિકલ, સ્ક્રેપ, મેટલ, સળિયાના ખોટા બિલો બનાવીને આ સમગ્ર કૌભાંડ આચર્યું છે. સામાન્ય લોકોના નામે બોગસ પેઢીઓ ઉભી કરીને બેંક એકાઉન્ટ ખોલાવીને માત્ર કાગળ પર બિઝનેસ બતાવવામાં આવે છે અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે.નોંધનિય છે કે થોડા દિવસ પહેલા પણ સુરત, ભાવનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ ઝડપાયું હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch