Sat,16 November 2024,8:14 am
Print
header

આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર નાયબ કલેકટર નિલેશ દુબે સસ્પેન્ડ- Gujarat post

નિલેશ દુબેની આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીનો ઓડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો

આદિવાસી સમાજ રોષે ભરાયો છે, નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન આપીને અધિકારી સામે પગલા ભરવાની માંગ કરી હતી
નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. દુબેએ આદિવાસી સમાજ બાબતે ટિપ્પણી કરી હતી જેની સામે પગલાં લઈને આજે ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે. ફરજ મોકૂફ દરમિયાન મુખ્ય મથક કલેકટર કચેરી ભાવનગર રહેશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઈન્ટ સીઈઓ અને નાયબ કલેક્ટર નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીનો ઓડિયો વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો. નાયબ કલેક્ટર નિલેશ દુબેએ CISFના અધિકારી સાથે વાત કરીને આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો કહ્યાં હતા. જેની ઓડિયો ક્લિપ વાયરલ થતા આદિવાસી સમાજ રોષે ભરાયો હતો અને નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન આપી અધિકારી સામે પગલા ભરવાની માંગ કરી હતી. આ ટિપ્પણી બદલ આદિવાસી સમાજમાં રોષ ફેલાતા કેવડિયા બંધનુ એલાન પણ આપવામાં આવ્યુ હતું.

આરોપો પર પ્રતિક્રિયા આપતા નિલેશ દુબેએ જણાવ્યું હતું કે અધુરો ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે, જો પૂરો ઓડીયો બહાર આવે તો સત્ય સામે આવે. મારી ભાવના કોઈ એક જાતિ માટે ન હતી. કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે કેટલાક વિધ્નસંતોષીઓ સમાજને ગેરમાર્ગે દોરવા એડિટ કરેલો ઓડિયો વાયરલ કરી રહ્યાં છે.

યુથ કોંગ્રેસના કાર્યકરોએ રાજપીપળામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેના પૂતળાનું દહન કર્યું હતું. દેખાવકારોએ માંગ કરી હતી કે સરકાર નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધે અને દુબે આદિવાસી સમાજની જાહેરમાં માફી માંગે, હવે સરકારે દુબેને સસ્પેન્ડ કરી દીધા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch